India

22-વર્ષીય યુવતી ને જીવન માં શાંતિ જોતી હતી. આથી તેણે એવું પગલું ભર્યું કે…

Spread the love

આપણા ભારતમાંથી ઘણા એવા કેટલાક લોકો હોય છે કે જે આધ્યાત્મિક માર્ગે વળી જતા હોય છે. એટલે કે જૈન ધર્મ માં ઘણા કેટલાક લોકો એવા હોય છે કે જે સંસારનો ત્યાગ કરીને તે એક શાંતિથી ગુરુઓના ચરણમાં રહીને આત્માનું પરમાત્મા સાથે મિલન કરતા હોય છે. એવી જ એક ઘટના ફરી સામે આવે છે. જેમાં એક બાવીસ વર્ષીય યુવતીએ સંસારનો ત્યાગ કરીને આધ્યાત્મ અને વૈરાગ્યનો માર્ગ પસંદ કર્યો છે. હરિયાણામાં રહેતી સીમર નામની 22 વર્ષીય યુવતી મધ્યપ્રદેશના ઇન્દોરમાં વૈરાગ્ય ના માર્ગે વળી સાધ્વી બની ગઈ છે.

તેને એસો આરામની દુનિયા છોડી દીધી. અને વૈરાગ્યના માર્ગે ચાલે નીકળે છે. 22 વર્ષે ની સીમર છેલ્લા કેટલાક સમયથી ઇન્દોરમાં રહેતી હતી તેને ઇન્દોરમાં જ સાધવી બનવાનું મન બનાવી લીધુ હતું. સીમરને નવું નામ સાધ્વી ગૌતમી મળ્યું છે. 22 વર્ષે ની આ સીમરે આ મન બનાવ્યું ત્યારે છેલ્લા દિવસે તેને હાથમાં મહેંદી લગાવી, દુલ્હનની જેમ તૈયાર થઈ, આખો દિવસ પરિવાર સાથે વિતાવ્યો તેને પોતાનું મનપસંદ ભોજન લીધું.

ત્યારબાદ તેને દીક્ષા લીધી હતી. આ દીક્ષા તેને જૈન ધર્મના મુખ્ય ગુરુ અને ઋષિઓ દ્વારા આપવામાં આવી હતી. જેમાં અન્ય ઘણા બધા સાધવીઓ ઉપસ્થિત થયા હતા. આ પ્રસંગમાં સીમરના માતા-પિતા સાથે તેના ઘણા કુટુંબીજનો પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સીમરના અભ્યાસની વાત કરવામાં આવે તો તેને પુણે માંથી કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેના બાળપણથી જ અભિનય કરવાનો શોખ હતો. પરિવારે કહ્યું છે કે અમને લાગ્યું કે તે બાળપણથી અભિનય કરે છે તો જરૂર તે અભિનયમાં આગળ વધશો. પરંતુ તેને કંઈક અલગ જ પસંદ કર્યું.

સીમર કહે છે કે તેને મુસાફરી કરવાનો ખૂબ જ શોખ છે. તેને આખા ભારતમાં ખૂબ જ મુસાફરી કરી છે. અને ઘણા સ્થળોએ ફરી છે. પરંતુ તેને ક્યાંય શાંતિનો અનુભવ થયો ન હતો. તે જ્યારે ગુરુઓના સંપર્કમાં આવી ત્યારબાદ તેને અહેસાસ થયો કે અહીં જ સાચી મનની શાંતિ મળશે. આથી તેને સાધ્વી બનવાનો વિચાર લીધો હતો.

આ પ્રસંગે સીમરે પ્રી દીક્ષા શૂટ કરાવ્યુ હતું. એટલે કે સાધ્વી બનતા પહેલા પોતાની છેલ્લી યાદો કેમેરામાં કેદ કરાવી હતી. જેમાં તેને અવનવા ફોટા પડાવ્યા હતા. સીમરના આ નિર્ણય ઉપર તેનો આખો પરિવાર તેની સાથે હતો. સીમરના પરિવારમાં માતા-પિતા એક બહેન અને બે ભાઈ છે. આમ 22 વર્ષીય સીમર સંસારનો ત્યાગ કરી, મોહમાયાનો ત્યાગ કરી આધ્યાત્મકના માર્ગે વળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *