India

કરોડપતિ ઘર ની વહુ ‘નીતા આંબાણી’ આ બાથરૂમ માં કરે છે સ્નાન. માત્ર એક જ બટન દબાવવાનું અને એવું થાય કે…જુઓ ફોટા.

Spread the love

ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી તે તેની સંપત્તિમાં દિન પ્રતિદિન વધારો કરતા જાય છે. મુકેશ અંબાણી અને તેનું પરિવાર ખૂબ જ લક્ઝરીયસ જીવન જીવી રહ્યા છે. તે પોતાના શોખ ચપટી વગાડતા જ પૂરા કરી શકે છે. મુકેશ અંબાણીના અને તેના પરિવાર પાસે વૈભવી વૈભવી કારો છે. ખૂબ મોટા બંગલાઓ છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ એટલી સંપત્તિ ભેગી કરી છે કે તેની અનેક પેઢીઓ જો કઈ કામ ન કરે અને બેઠા બેઠા પણ ખાઈ શકે છે.

મુકેશ અંબાણી અને તેનો પરિવાર જે વિસ્તારમાં રહે છે તે વિસ્તાર મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં નો એક છે. એટલે કે મુંબઈનો દક્ષિણ મુંબઈ ભાગ છે. ત્યાં મુકેશ અંબાણી અને તેનો પરિવાર વસવાટ કરે છે. તેમના બંગલા નું નામ એન્ટિલિયા છે. આ બંગલો 27 માળનો છે. આ બંગલામાં લગભગ 1000 થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે. મુકેશ અંબાણીએ પોતાનું ઘર આલીશાન રીતે તૈયાર કરેલું છે. એક થી એક ચડિયાતા બેડરૂમ, કિચન, હોલ વગેરે આલીશાન રીતે તૈયાર કરેલું છે.

પરંતુ શું તમને ખબર છે મુકેશ અંબાણી ની પત્ની એટલે કે નીતા અંબાણી જે બાથરૂમમાં સ્નાન કરે છે. તે બાથરૂમને વિશેષતા શું છે? તો ચાલો નીતા અંબાણી છે બાથરૂમમાં સ્નાન કરે છે તેની વિશેષતા જાણીએ. નીતા અંબાણી જે બાથરૂમમાં સ્નાન કરે છે તે બનાવવા લાખો રૂપિયા નો ખર્ચ થયો હશે. આ બાથરૂમ સંપૂર્ણપણે ઓટોમેટીક સિસ્ટમથી ચાલે છે. એટલે કે આ બાથરૂમ સંપૂર્ણ રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલું છે. તે આપણને તાપમાન અને પાણી સેટ કરવા દે છે. બાથરૂમમાં ખૂબ જ સુંદર લાઇટિંગ કરેલી છે.

આ બાથરૂમમાં એવી સિસ્ટમ સેટ કરેલી છે કે આજુબાજુની દિવાલમાં તમે મન ની ઈચ્છા પ્રમાણે દ્રશ્યો સેટ કરી શકો છો. એટલે કે જો તમને કોઈ ધોધમા નાહવાનું મન થાય તો આજુબાજુની દિવાલ પર ધોધના દ્રશ્યો સેટ કરી શકો છો. જો તમને પર્વત વિસ્તારમાં નાહવાનું મન થાય તો એ પ્રમાણે દ્રશ્યો સેટ કરી શકાય છે. એટલે કે આ બાથરૂમમાં સ્ક્રીન સેવર સેવ ફિચર જોવા મળે છે. આ સિવાય બાથરૂમમાં ખૂબ જ મોંઘી સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવે છે.

તમે નહાતા નહાતા ગીત પણ સાંભળી શકો છો. આ લક્ઝરીયસ બાથરૂમ કેટલા રૂપિયામાં તૈયાર થયો છે. તે હજુ સુધી જાણી શકાયું નથી. પણ આની સિસ્ટમ જોતા તો એવું જ લાગે કે કોઈ સામાન્ય માણસ પોતાનું ઘર તૈયાર કરી શકે એટલા રૂપિયામાં બાથરૂમ તૈયાર થયું હશે. તદ ઉપરાંત બાથરૂમમાં મોંઘા મોંઘા નળ અને માર્બલ પણ લગાવવામાં આવેલા છે. આ તો માત્ર અંબાણી પરિવારને જ પોસાય તેવી વાત છે. બાકી સામાન્ય માણસો માટે આ તો એક સપના સમાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *