સુરતના ડાયમંડ કિંગ ગણાતા ધનેશ સંઘવીની 9 વર્ષની દીકરીએ લીધી દીક્ષા. એવું આયોજન કર્યું કે અંબાણી પરિવાર પણ પડેફિક્કો, જુઓ વિડીયો.
જૈન સમાજમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જે સંસારનો ત્યાગ કરીને દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. દીક્ષા લેવામાં સુરત શહેર મોખરે છે. હાલમાં સુરત શહેરના જાણીતા ડાયમંડ કિંગ ધનેશ સંઘવીની નવ વર્ષની દીકરી દેવાંશી એ સંસારનો ત્યાગ કરીને સંયમના માર્ગે વળી છે. વર્ષે 100 કરોડનું ટર્નઓવર ધરાવતા ડાયમંડ કિંગ ની પુત્રીએ દીક્ષા લીધી છે.
વધુ વિગતે વાત કરવામાં આવે તો સુરત શહેરના હીરાના પ્રખ્યાત વેપારી મોહન સંઘવીની પૌત્રી અને ધનેશ-અમીબહેન ની નવ વર્ષની પુત્રી દેવાંશી એ દીક્ષા લઈને સંયમી જીવન જીવવાનું પસંદ કર્યું છે. દેવાંશી નો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. દેવાંશી ના દીક્ષા સમારોહમાં 35,000 થી વધુ લોકોએ હાજરી આપી હતી. દેવાંશી એ જૈન આચાર્ય કિર્તીયશસુરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી છે.
દેવાંશી એ દિક્ષા લીધા બાદ પૂજ્ય સાધ્વી દિગંતપ્રજ્ઞાશ્રીજી નામ ધારણ કર્યું. ધનેશ સંઘવી હીરાના પ્રખ્યાત વેપારી છે. દુનિયાભરમાં અનેક શાખાઓ છે. વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર તેમની કંપનીનું છે. દેવાંશીની નાની બહેન નું નામ કાવ્યા છે જે પાંચ વર્ષની છે. ધનાઢય વ્યક્તિ હોવા છતાં પરિવાર ખૂબ જ સરળ અને સાદગી ભર્યું જીવન જીવે છે.
દેવાંશીની વાત કરીએ તો દેવાંશી પાંચ ભાષાની જાણકાર છે. સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત, ભરતનાયમ વગેરેમાં નિષ્ણાંત છે. આ ઉપરાંત ક્યુબામાં તેને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દેવાંશી પાસે વૈરાગ્ય શતક અને તત્વાર્થ પ્રકરણો જેવા મહાન પુસ્તકોનું જ્ઞાન છે. દેવાંશી એ દીક્ષા લેતા સમયે કહ્યું કે હું સિંહનું સંતાન છું અને સિંહની જેમ દીક્ષા લઈ રહી છું અને સિંહની જેમ જ દીક્ષા જીવન જીવવાના મારા ભાવ છે.
સંઘવી પરિવારે દીકરીની દીક્ષા સમયે જાણે કે દીકરીના લગ્ન હોય તે રીતે ભવ્ય આયોજન કર્યું હતું. દીક્ષા વિધિ ની ભવ્ય ઉજવણી માટે દેવાંશીની વરસીદાન યાત્રામાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ લાવવામાં આવ્યા હતા અને વિશાળ રાજમહેલ જેવા મંડપમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પ માં પણ થઈ હતી અને ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!