3.5-લાખ રૂપિયા ના બેગ સાથે અભિનેત્રી એ પહેરી માત્ર 600-રૂપિયા ની સાડી આ વાત પર તેને લોકો ને એવી સલાહ આપી કે,
બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી કંગના રનૌત કોઈને કોઈ બાબતે સમાચારોમાં હેડલાઈન બનાવતી રહે છે. કંગના રનૌત ખાસ તો પોતાના નિવેદનોને લઈને ચર્ચા નો વિષય રહે છે અને પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં હોય છે. તે આજે આલીશાન જીવન જીવી રહી છે. કંગના ની વાત કરવામાં આવે તો તે તેના ફોટા અને વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા ઉપર શેર કરતી હોય છે.
હાલમાં કંગના રનૌત પોતાની સાડી ને લઈને ખાસ એવી ચર્ચામાં જોવા મળે છે. બોલીવુડના અભિનેત્રી હોય એટલે લાખો કરોડો રૂપિયાના તો કપડાં પહેરતા જ હોય છે. પરંતુ અભિનેત્રી કંગના એ જે સાડી પહેરી છે તેની કિંમત માત્ર ₹600 જણાવવામાં આવી રહી છે. અભિનેત્રી કંગના એરપોર્ટ પર 600 રૂપિયાની સાડી પહેરીને જોવા મળી હતી. પરંતુ તેના હાથ માં જે બેગ છે તેની કિંમત જાણી લાગશે શોક. 600 રૂપિયાની સાડીમાં જોવા મળેલી કંગના પોતાની સાથે 3.5 લાખ રૂપિયાની બેગ લઈને ગઈ હતી.
અભિનેત્રી કંગના એ આ માહિતીનો ખુલાસો તેને જાતે પોતાની instagram story મૂકીને કર્યો હતો. તેને instagram સ્ટોરીમાં સાડી સાથેની પોતાની તસવીર શેર કરી અને લખ્યું હતું કે મેં આ સાડી કોલકત્તા થી ₹600 માં ખરીદી છે. સ્ટાઇલ કોઈ ઇન્ટરનેશનલ બ્રાન્ડની ગુલામ નથી. રાષ્ટ્રવાદી બનો પોતાને પ્રોત્સાહન આપો. તમારુ દરેક કાર્ય દેશ માટે ફાયદાકારક હોવું જોઈએ. સ્થાનિક વસ્તુઓ ખરીદો તે ઘણાં પરિવારોને ખવડાવે છે. લોકલ માટે અવાજ. જય હિન્દ.
આમ કંગના એ ખુદ આ વાત નો ખુલાસો કરીને માહિતી આપી હતી અને લોકોને લોકલ તરફ વળવાનું કહ્યું હતું. જેથી ભારત દેશ ને ફાયદો થઇ શકે. કંગના ના વર્કની વાત કરવામાં આવે તો તેનું મુવી ધાકડ રિલીઝ થયું હતું જેને કોઈ ખાસ એવો પ્રતિસાદ મળ્યો ન હતો. આગામી વર્ષ 2023 માં તેની ફિલ્મ ઇમરજન્સી ને લઈને તે ખાસ ચર્ચામાં છે. આ ફિલ્મ મા તે ભારતના એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. તેને આ ફિલ્મ તરફથી ઘણી બધી આશાઓ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!