કન્યા ના ડાન્સ કરવા પર વરરાજા નો ગુસ્સો પહોંચ્યો હતો સાતમે આસમાને પરંતુ જે થયું તે જોઈ તમે પણ હસી પડશે જુઓ વિડીયો.
રોજબરોજ આપણને સોશિયલ મીડિયા ઉપર લગ્નના વિડીયો ખૂબ જ વાયરલ થતા જોવા મળે છે. લગ્ન ના વિડીયોમાં ખાસ કરીને ડાન્સ ના વિડીયો ખૂબ જ લોકોને પસંદ આવતા હોય છે. પહેલા ના જમાનામાં એવું હતું કે કન્યા અને વરરાજા ના માતા પિતા જ બધું નક્કી કરી લેતા હતા. કન્યા અને વરરાજા ને એકબીજાનું મોઢું જોવા દેવામાં પણ આવતું ન હતું.
પરંતુ હવે જમાનો ખૂબ જ આગળ નીકળી ગયો છે એ તો આપણે જાણીએ જ છીએ. એવો જ એક વિડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે કન્યા અને વરરાજા લગ્ન ના સ્ટેજ ઉપર બેસેલા હોય છે. તેવામાં કન્યાને ડાન્સ કરવા નું એવું ભૂત ચડેલું હોય છે કે તે ખૂબ જ ડાન્સ કરતી હોય છે. પરંતુ વરરાજા ને જોતા એવું લાગે કે વરરાજા ને ડાન્સ કરવાનું જરાય પણ મન હોતું નથી.
કન્યા વરરાજા ને હાથ થોભીને પરાણે લગ્નના સ્ટેજ ઉપર ડાન્સ કરાવતી હોય છે અને વરરાજા નું મન ના હોવા છતાં પણ તે ડાન્સ કરતો જોવા મળે છે. કન્યાને ડાન્સ કરવાનું ખૂબ જ મન હોય છે તે ઘડીક વરરાજા ને ખુરશીમાં બેસાડે છે અને તેની ફરતે ગોળ ચક્કર લગાવે છે તો વરરાજા ને ઘડીક ઉભા કરી અને તેની સાથે ડાન્સ કરવા લાગે છે.
આ જોઈને લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા અને લોકો તેના ઉપર પૈસાનો વરસાદ કરી રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @anamika943 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે. આવા અનેક વિડીયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયાના સહારે જોવા મળતા હોય છે અને ખૂબ જ મનોરંજન મળતું હોય છે.
दूल्हा बेचारा फंस गया 👇😂 pic.twitter.com/0WwCJB6jXL
— Anamika Thakur (@anamika943) October 19, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!