India

જેની પિસ્તોલ થી વરરાજા એ ફાયરિંગ કર્યું તે આર્મી ના જવાન ને જ અકસ્માતે ગોળી વાગી, જવાન ત્યાં જ…જુઓ વિડીયો.

Spread the love

ઉત્તરપ્રદેશ ના સોનભદ્ર જિલ્લા માંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. સોનભદ્ર જિલ્લા ના રોબોર્ટગંજ કોટવાલી વિસ્તાર માં મંગળવારે એક વરરાજા એ તેના લગ્ન માં વરઘોડા દરમિયાન પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કરતા અકસ્માતે એક સેના ના જવાન નું મૃત્યુ નીપજ્યું હતું. નવાઈ ની વાત તો એ છે કે વરરાજા એ તેના લગ્ન માં ફાયરિંગ કર્યું અને તેમાં જ આ દુર્ઘટના બની.

પોલીસે આ ઘટના બાદ વરરાજા ની અટકાયત કરી હતી. આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે વરરાજા પોતાના લગ્ન માં ઉતાવળો થઇ ને પિસ્ટલ માંથી ફાયરિંગ કરી બેસે છે. પોલીસે જણાવ્યું કે વરરાજા મનીષ મદ્ધએશિયા પોતાના લગ્ન માં એટલો બધો ખુશ થઇ ગયો કે, પિસ્તોલ કાઢી ને ફાયરિંગ કર્યું હતું. આ ઘટના માં પિસ્તોલ માંથી ગોળી નીકળી અને સેના નો જવાન જે લગ્ન માં સામેલ હતો તેને વાગી. જુઓ વિડીયો.

જે આર્મી જવાન લગ્ન માં આવ્યો હતો તેનું નામ બાબુલાલ યાદવ હતું. હેરાન કરવા વળી વાત તો એ છે કે વરરાજા એ જે પિસ્તોલ નો ઉપયોગ કર્યો હતો. તે પિસ્તોલ મરનાર આર્મી ના જવાન ની જ હતી. પોતાની પિસ્તોલ ની ગોળી પોતાને જ વાગી. લગ્ન ના વરઘોડા માં જોઈ શકાય છે કે, વરઘોડા માં ભારે સંખ્યામાં પરિવાર અને મિત્રો ઉમટી પડ્યા હતા. જેમાં મરનાર આર્મી ઓફિસર બાબુલાલ યાદવ પણ હતો.

લોકો આવી રીતે ઘણી વાર લગ્ન માં ફાયરિંગ કરતા જોવા મળે છે. જેમાં દુર્ઘટના સર્જાતી હોય છે. ક્યારેક પિસ્તોલ ની ગોળી ની દિશા બદલી જતા આવી દુર્ઘટના ઘટતી હોય છે. અને ક્યારે કોને વાગી જાય તે કહી ના શકાય. લગ્ન માં આવી દુર્ઘટના ના થાય તેને માટે ખાસ આવી બાબતો ટાળવી જોઈ એ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *