Entertainment

બૉલીવુડ જગતમાં ફરી એક વખત છવાય ગયો શોકનો માહોલ!! આ દિગ્ગજ અભિનેત્રીનું નિધન થયું…

Spread the love

બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માથી બહુ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં અનુભવી અભિનેત્રી સીમા દેવ નું 24 ઓગસ્ટ 2023 ના રોજ 80 વર્ષની ઉમરમાં અવસાન થયું છે. તે અલ્જાઇમર ની સમસ્યા થી પીડિત હતી. સીમા દેવ ને ‘ આનંદ ‘ ફિલ્મ માં અમિતાબ બચ્ચન ની ભાભી નો કિરદાર નિભાવવા માટે જાણીતી છે. આના સિવાય તે ‘ કોશિશ’ અને ‘ કોરા કાગજ ‘ જેવી ફિલ્મો માં પણ દેખાઈ ચૂકી છે. સીમા દેવ ના અવસાન થી ઈન્ડસ્ટ્રી માં શોકની લહેર દોડી ગઈ છે, તેમના દીકરા તથા ફિલ્મ નિર્માતા અભિનય દેવ એ ‘ Indianexpress.com ‘ સાથે વાતચીત કરતાં શેર કર્યું કે તેમની માતા ઠીક હતી.

જોકે તેમણે અલ્જાઇમર ની સમસ્યા હતી. તેમના શબ્દો માં ‘ માતાનું આજે ( 24 ઓગસ્ટ ) ના રોજ અવસાન થઈ ગયું તે અલ્જાઇમર થી પીડિત હતી, નહિ તો તે ઠીક જ હતી. આની પહેલા 2020 માં અભિનય એ પોતાની માતા ની હેલ્થ કન્ડિશન વિષે ખુલાસો કર્યો હતો અને ટ્વિટ કર્યું હતું ‘ મારી માતા શ્રીમતી સીમા દેવી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની દિગ્ગજ અભિનેત્રી અલ્જાઇમર થી પીડિત છે. અમે આખો દેવ પરિવાર તેમની સલામતી ની માટે પ્રાથના કરી રહ્યા છે. કામના કરીએ છીએ કે પૂરો મહારાસ્ટ જે તેમણે એટલો પ્રેમ કરતાં હતા તે પણ તેમની સલામતી માટે પ્રાથના કરે.

તમને જણાવી દઈએ કે હિન્દી સિનેમા માં અભિનય કરનારી અભિનેત્રી સીમા મરાઠી સિનેમા માં એક પ્રસિધ્ધ અભિનેત્રી હતી. તેમણે પોતાના પૂરા કરિયર માં 80 થી વધારે ફિલ્મ માં કામ કર્યું. તેમણે મરાઠી ક્રેડિટ માં ‘ જગચ્યા પથિયાર ‘ , ‘ વરદક્ષિણા ‘ સહિત ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે છેલ્લે 2021 ની મરાઠી ફિલ્મ’ જીવન સંધ્યા ‘ માં જોવામાં આવ્યા હતા. ફિલ્મ ‘ આનદ ‘ માં તેમણે અમિતાબ બચ્ચન ના મિત્ર ડો, પ્રકાશ કુલકર્ણી ‘ ની પત્ની નો કિરદાર નિભાવયો હતો. વર્ષ 2017 માં સીમાએ કહ્યું હતું કે તેમના કરિયર નો શ્રેય તેમના ગુરુ રાજા પરાંજયે ને જાય છે.

તેમણે પુણે ના એક કાર્યક્રમ માં કહ્યું હતું કે મે મારા કરિયરમાં જે કઈ પણ હાંસિલ કર્યું છે તે બધુ મારા ગુરુ રાજા પરાંજપે ના કારણે જ છે. તેમણે ન માત્ર મને અભિનય કરતાં જ શિખડાવ્યો પરંતુ મને એટલી કઠોરતા થી પ્રશિક્ષિત કરી કે તે બહુ જ સ્વાભાવિક થઈ ગઈ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સીમા ના પતિ તથા અનુભવી અભિનેતા રમેશ દેવ નું એક વર્ષ પહેલા જ વર્ષ 2022 માં હાર્ટ અટેક આવાથી અવસાન થયું છે. 2011 માં રમેશ એ ‘ ધ ઇંડિયન એક્સ્પ્રેસ ‘ ની સાથે પોતાની એક વાતચીત માં કહ્યું હતું કે તેમની પત્ની સીમા તેમના માટે બહુ જ ભાગ્યશાલિ હતી.

તેમણે પોતાની પ્રેમ કહાની વિષે બતાવતા કહ્યું કે તે પહેલીવાર એકબીજા ને લોકલ ટ્રેન માં મળ્યા હતા અને તે તેમના વાળમાં લાગેલ મોગરા ની ખુશ્બુ થી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.તેમણે કહ્યું કે જે દિવસે તે તેને મળ્યો હતો તે દિવસે તેને એક મહત્વપૂર્ણ ફિલ્મ મળી હતી. આ પછી તેઓએ તેમની લવ સ્ટોરીને આગળ વધારતા વર્ષ 1963 માં લગ્ન કર્યા. તેઓ 59 વર્ષ સુધી સાથે રહ્યા અને પછી આ દુનિયા છોડી દીધી. તેમના ગયાના એક વર્ષ બાદ હવે સીમાએ પણ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *