India

ચન્દ્રયાન 3 ની સફળતામાં મોટો ફાળો છે જામનગરની આ કંપનીનો!! ચન્દ્રયાનનો આ ભાગ બન્યો હતો કંપનીની અંદર… મેળવો પુરી માહિતી

આજે આખા દેશમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી આવ્યો છે કેમકે કાલે ચંદ્રયાન – 3 એ પોતાનું લેંડિંગ સફળતા પૂર્વક કરી લીધું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ‘ એ આ પ્રોજેકટ ‘ ચંદ્રયાન 3 ‘ એ 23 ઓગસ્ટ 2023 ના રોજ સફળતા પૂર્વક  લેંડિંગ કરી ચૂક્યું છે. આ વાતથી કોઈ ઇનકાર કરી શકે નહીં કે આ વાત ભારત માટે એક ગર્વ ની વાત ગણી શકાય છે.આ સાથે જ ભારત હવે સંયુક્ત રાજય અમેરિકા, રુસ અને ચીન ની પછી ચંદ્રમા પર સફળતાપૂર્વક ઉતારનાર દુનિયાનો ચોથો દેશ બની ગયો છે.

હવે દરેક લોકો ચંદ્રયાન કઈ રીતે બન્યું એ વિષે અને તેના બજેટ ને જાણવામાં બહુ જ રસ ધરાવે છે ત્યારે ‘ ચંદ્રયાન 3 ‘ ને બનાવવામાં ગુજરાતનો પણ હાથ છે એવું સામે આવી રહ્યું છે જેમાં જામનગર માં આ ચંદ્રયાન નો મુખ્ય ભાગ તૈયાર હોવાનું સામે આવ્યું છે. આમ ચંદ્રયાન ની સફળતાનો થોડો શ્રેય ગુજરાતનાં જામનગર ની એક એન્જીનિયરીંગ કંપની ને પણ જાય છે જેના કારણે આજે જામનગર માટે બહુ જ ગૌરવ ની વાત ગણાય છે.

માહિતીમાં જાણવામાં આવી રહ્યું છે કે ચંદ્રયાન નો મુખ્ય ભાગ જામનગર ની ગીતા એન્જીનિયરીંગ કંપની માં બનાવવામાં આવ્યો હતો. ચંદ્રયાન 3 ના મુખ્ય ભાગને બનાવા માટે ગીતા એન્જીનિયરીંગ કંપની ને આ મશીન બનાવાનો ઓર્ડર મળ્યો હતો જે DRDL હૈદરાબાદ દ્વારા આપવામાં આવ્યો હતો, આ મશીનને 6 થી 7 મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે અને તેની પાછળ 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મશીન બનાવવામાં આવ્યું છે.

આ મશીન બનાવવાના કામ માટે સતત 25 થી 30 લોકો કામ કરી રહ્યા હતા આ મશીનને લઈ જવા માટે જુદા જુદા 8 ટ્રકો નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી આ 8 ભાગોને જોડીને રોકેટ નો મુખ્ય ભાગ તૈયાર કરવામાં આવ્યો છે. જામનગર ની ગીતા એન્જીનિયરીંગ કંપની માં બનાવામાં આવેલ આ અત્યાનુધિક મશીન માટે લોકોએ દિવસ રાત એક કરી દીધા હતા.

જેમાં આધુનિક અને કોમ્પયુટર સંચાલિત આ મશીન એવું સચોટ બનાવામાં આવ્યું હતું કે આ મશીનને જામનગર થી બેંગલોર લઈ જવા માટે અલગ અલગ 8 ટ્રકો ને મદદે લેવામાં આવ્યા હતા. આ રીતે જામનગર ની ગીતા એન્જીનિયરીંગ કંપની એ ‘ ચંદ્રયાન 3 ‘ માં પોતાનું યોગદાન આપીને ગૌરવ ની લાગણી અનુભવી. આમ આજે જામનગર સાથે સાથે ગુજરાતને પણ એક ગૌરવની લાગણી અનુભવાઇ રહી છે અને દેશના વિકાસમાં થોડો ફાળો આપી શકયાનો ગર્વ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *