India

લગ્ન ના સાત ફેરા લેવા બેસેલ કન્યા એ ભરા મંડપ માં વરરાજા ને કર્યું ચુંબન કન્યા ની હરકત પર લોકો થયા ગુસ્સે જુઓ વિડીયો.

Spread the love

ભારતમાં હવે લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં પરિવારના તમામ સભ્યો એકઠા થાય છે અને કન્યા અને નવ વધુને લગ્ન જીવનની શુભકામનાઓ આપતા હોય છે અને બે થી ત્રણ દિવસ ચાલતા આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો ખૂબ મજાક મસ્તી થી આખા કાર્યક્રમને યાદગાર બનાવતા હોય છે. પરંતુ લગ્નજીવન ખાસ કરીને આપણા પરિવાર કુટુંબને આગળ ધપાવવા માટેનું એક રિવાજ છે.

લગ્નમાં અનેક વિઘી કરવામાં આવતી હોય છે પરંતુ આજના જમાનામાં લગ્નને એક મોજ શોખના કાર્યક્રમથી કરવામાં આવે છે અને વિધિ ઉપર ધ્યાન ન આપીને બીજી વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. એવો જ એક વિડીયો હાલ લગ્નનો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે તેમ વરરાજા અને કન્યા લગ્નના મંડપમાં સુંદર રીતે તૈયાર થઈને લગ્નના સાત ફેરાવો લેવા બેસેલા હોય છે પરિવારના સભ્યો પણ આજુબાજુમાં દેખાતા હોય છે.

વરરાજા અને કન્યા ની સામે હવાન કુંડ અને પંડિતજી પણ જોવા મળે છે. એવામાં થાય છે એવું કે આ વિધિ દરમિયાન દુલ્હન અચાનક એવું કરી બેસે છે કે જેના બાદ લોકો ચોકી ઉઠ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે તેમ દુલ્હન અચાનક તેની સામે બેઠેલા વરરાજા ને ચુંબન કરી બેસે છે અચાનક થયેલી આ ઘટનાથી લોકો ખૂબ ચોકી ઉઠ્યા હતા. વીડિયોમાં જોતા ખ્યાલ આવે છે કે વરરાજા ને પહેલા દુલ્હનને ચુંબન કરવું હોય છે પરંતુ તે પરિવારના સભ્યોને લીધે શરમાઈ ગયેલો હતો પરંતુ દુલ્હન કંઈ પણ વિચાર્યા વગર આ હરકત કરી બેસે છે અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કેટલાક લોકો આ વિડીયો ને મનોરંજનની એંગલથી જોઈ રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ખરેખર ભારતીય પરંપરા વિરુદ્ધ ગણાય. કારણ કે લગ્નના મંડપમાં માત્ર વિધિ થવી જોઈએ એવામાં આ પશ્ચિમમાં સંસ્કૃતિ આવી જતા પરંપરા નો ભંગ થઈ રહ્યો છે. આમ દરેક લોકો પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આવા અનેક વિડીયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયાના મારફતે જોવા મળતા હોય છે. આ વીડિયો @witty Wedding નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *