અંબાણી પરિવાર માં દિવાળી જેવો માહોલ મુકેશ અંબાણી ની પુત્રી ઈશા એ આપ્યો ટ્વીન્સ બાળકો ને જન્મ જેના નામ છે,
અંબાણી પરિવાર કોઈને કોઈ બાબતે ભારતમાં સમાચારોમાં રહેતો પરિવાર છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓ ના લિસ્ટમાં મુકેશ અંબાણી નું નામ આવે છે. હાલમાં અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ચૂક્યો છે. જાણવા મળ્યું કે 19 નવેમ્બર 2022 ના રોજ મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણીએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે.
ઈશા અંબાણીના પતિનું નામ આનંદ પીરામલ છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવારમાં દિવાળી જેવો માહોલ છવાઈ ચૂક્યો છે. જાણવા મળ્યું કે ઈશા અને આનંદ પીરામલે ટ્વિનસ બાળકોના નામ જેમાં દીકરા નું નામ કૃષ્ણા રાખ્યું છે તો દીકરીનું નામ આદિયા રાખ્યું છે. ઈશા અંબાણીની વાત કરવામાં આવે તો ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018 ના રોજ હેલ્થ કેર બિઝનેસ ગ્રુપ પિરામલના માલિક અજય પિરામલના દીકરા આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા.
આ લગ્નમાં દુનિયાના મોટા મોટા નામી લોકો તો બોલીવુડના સેલિબ્રિટી એ પણ હાજરી આપી હતી. ઈશા અંબાણી ની હાલમાં જ મુકેશ અંબાણીએ રિલાયન્સ રિટેલ ના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાંથી ઈશા અંબાણી સૌથી મોટી પુત્રી છે. તેને અમેરિકાની એલ યુનિવર્સિટીમાં થી સાઇકોલોજી માં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે અને કેલિફોર્નિયાની થી બિઝનેસમાં એમબીએ નો અભ્યાસ પણ કર્યો છે.
અંબાણી પરિવાર એ આ સમાચાર શેર કરતા જણાવ્યું હતું કે, ઈશ્વરના આશીર્વાદથી અમારા બાળકો ઈશા અને આનંદ ને ત્યાં 19 નવેમ્બર 2022 ના રોજ ટ્વીન્સ બાળકો નો જન્મ થયો છે. આમ મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણી નાના નાની બની ગયા છે. મુકેશ અંબાણી પણ આજે દિનપ્રતિદિન પોતાની સંપત્તિઓ માં વધારો કરતા રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!