Gujarat

મુસાફરો ની સલામતી ના દાવા કરવા વાળી ગુજરાત ST વિભાગ ની બસ ખુદ ગોથા ખાય છે. ST બસ ની બ્રેક ફેલ થતા દુકાન મા.. જુઓ ફોટા.

Spread the love

આપણા ગુજરાતમાં અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક અકસ્માતમાં આખે આખો પરિવાર તબાહ થઈ જતો હોય છે. તો ક્યારેક અકસ્માત થવાના કારણે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવાનું વારો આવતો હોય છે. ક્યારેક સરકારી વાહનો પણ અકસ્માત નો ભોગ બનતા હોય છે. એવી એક ઘટના વિસાવદર થી સામે આવી છે. જેમાં એક ગુજરાત એસટી બસને અકસ્માત નડ્યો હતો.

એસટી બસની બ્રેક ફેલ થઈ જતા આ ઘટના બની હતી. વધુ વિગતે જાણીએ તો આ ઘટના થોડા દિવસ પહેલા બપોરે 1:00 વાગ્યાની આસપાસ બની હતી. જ્યાં મોણપરી રાજકોટ રૂટની એસટી બસ નંબર જીજે- 18 Z 4473 ની બ્રેક ફાઈલ થઈ ગઈ હતી. અને તે અચાનક રિવર્સમાં ચાલવા લાગી હતી. આ બસમાં ડ્રાઇવરની ચાલાકીને કારણે ડ્રાઇવરે બસને એક ફરસાણની દુકાનમાં ઘૂસેડી દીધી હતી. જાણવા મળ્યું કે બસ જ્યારે રિવર્સ માં ચાલવા લાગી હતી ત્યારે ડ્રાઇવરે બસને દુકાન માં ઘૂસેડી દેતા મોટી આફત ટળી હતી.

આ બસ વિસાવદર ના જુના બસ સ્ટેશનમાં પહોંચી ત્યારે બસની અચાનક બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ રિવર્સ માં દોડવા લાગી હતી. અને બસ સ્ટેન્ડ પાસે ઉભેલા એક ટુ-વ્હીલર ગાડી ને કચડી ને બસ દુકાનમાં ઘુસી ગઈ હતી. પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ એક સ્કૂટરને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાની થવાની વાત સામે આવી ન હતી. લોકોએ આ બસને ઉભી રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ બસ કાબુ બહાર થઈ ચૂકી હતી. આમ આ ઘટના બનતા લોકો એસટી બસની સલામતી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

થોડા સમય પહેલા જ ગુજરાતની એસટી બસને મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પાસે અકસ્માત નડ્યો હતો. જ્યાં ગુજરાત એસટી વિભાગની બસ એક ઊંડી ખાઈમાં ખાબકતા રહી ગઈ હતી. જેમાં મહારાષ્ટ્રના એક ગામ નજીક આ અકસ્માત બન્યો હતો. પરંતુ બસ ખાઈ માં લટકાઈ ગઈ હોય તેમાંથી લોકોએ મહામુસીબતે પોતાનું જીવ બચાવી દીધો હતો. આમ ગુજરાત એસટી વિભાગની બસની અવારનવાર અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *