સ્માર્ટ સીટી અમદાવાદ નો વિકાસ થયો ગાંડો ! રસ્તા ની વચ્ચે ભુવો પડતા જ તેમાંથી પાણી વહેવા લાગ્યું…જુઓ વિડીયો.
હાલ ગુજરાત માં વરસાદ ની બેટિંગ ધમાકેદાર ચાલી રહી છે. એવામાં ઠેર ઠેર થી તારાજી ના ભયંકર દ્રશ્યો સામે આવી રહ્યા છે. આખા ગુજરાત માં વરસાદી માહોલ ખુબ જ જામેલો જોવા મળે છે. દક્ષિણ ગુજરાત માં ઘણા જિલ્લા માં એન.ડી.આર.એફ ની ટિમ ને તહેનાત કરવામાં આવી છે. અને ઘણા લોકો ના ઘરો માં પાણી ઘુસી જતા ઘણા લોકો ને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત માં ચોમાસા ના આગમન પહેલા આખા ગુજરાત માં તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન ની કામગીરી કરવામાં આવી રહી હોય છે. આ વખતે ચોમાસા માં ગુજરાત વરસાદી પાણી થી તરબતોળ થઇ ચૂક્યું છે. એવામાં ઠેર ઠેર થી રોડ રસ્તા ઓ ના ભયંકર દ્રશ્યો સામે આવી રહેલા છે. રસ્તા પર એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે, લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. રસ્તા પર જ્યાં જ્યાં પાણી ભરેલું હોય ત્યાં કેટલો ઊંડો ખાડો પડેલો હોય જાણી ના શકાય એવામાં ઘણા લોકો ખાડા માં પડી જવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.
સ્માર્ટ સીટી અમદાવાદ ની વાત કરી એ તો ત્યાં તંત્ર ની પોલ ખુલી ગઈ છે. કરોડો રૂપિયા ના ખર્ચે તૈયાર થતા રોડ રસ્તા માં આજે ખાડાઓ નું સામ્રાજ્ય થઇ ચૂક્યું છે. હાલ એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ છે. તે અમદાવાદ સીટી ના અમરાઈવાડી વિસ્તાર નો છે. અમરાઈવાડી માં મેટ્રો પિલર 119 પાસે ભયંકર ભુવો પડી ગયો છે. આ ભુવા પડવાના દ્રશ્યો નજરે જોઈ શકાય છે…જુઓ વિડીયો.
ભુવો પડવાની સાથે જ ત્યાંથી તળાવ ની જેમ પાણી વહેવા લાગ્યું હતું. અમદાવાદ માં આ વર્ષે આવી ઘટના ખુબ જ સામે આવી ગઈ છે. તેની પહેલા શાહીબાગ વિસ્તાર માં એક કાર ખાડા માં ખાબકી ગઈ હતી. કરોડો નો ખર્ચો થવા છતાં આવી ઘટના સામે આવતા લોકો માં ભારે રોષ જોવા મળે છે. આ ભુવા માં સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!