આ દાદા-પૌત્ર નો અપાર પ્રેમ જોઈ આંખો ભીની થઇ જશે. 42-વર્ષ બાદ દાદા પૌત્ર સાથે એવી જગ્યા એ ગયા કે..જુઓ વિડીયો.
આપણને સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં આપણે અવનવા વિડીયો જોઈ શકતા હોઈએ છીએ. રોજબરોજ લગ્ન પ્રસંગના અનેક વિડીયો અથવા તો જંગલના અનેક વિડીયો અથવા તો સ્ટંટના અનેક વિડીયો આપણે જોઈ શકતા હોઈએ છીએ. ક્યારેક એવા એવા વિડિયો વાયરલ થતા હોય કે જે આપણા દિલને સ્પર્શી જતા હોય છે.
આ એવો જ એક વિડીયો instagram પેજ ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો દિપક અંજના નામના વ્યક્તિએ પોતાના instagram એકાઉન્ટ પર શેર કરેલો છે. આ વિડીયો એટલો બધો દિલના સ્પર્શી જાય છે કે તમે જોઈને જ કહી શકો વાહ ! આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન પોતાના વૃદ્ધ દાદા સાથે થિયેટરમાં મુવી જોવા જાય છે. આ વિડીયોમાંથી જાણવા મળ્યું કે આ વ્યક્તિના દાદા 1980 ના વર્ષમાં છેલ્લે થિયેટરમાં મુવી જોવા ગયા હતા. એટલે કે 42 વર્ષ બાદ આ દાદા થિયેટરમાં મુવી જોવા આવ્યા છે.
વીડિયોમાં જોવા મળે છે કે આ દાદા આખા મોલમાં ખૂબ સારી રીતે આંટા મારે છે. પછી દાદરા જઈને થિયેટરમાં આરામથી મુવી જોતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દાદા આખા મોલમાં ટહેલતા ટહેલતા મોલના સુંદર વાતાવરણનો વખાણ કરી રહ્યા છે. અને આસપાસની વસ્તુઓ સુંદર રીતે નિહાળી રહ્યા છે. વીડિયોમાંથી દાદા ને જોતા ખ્યાલ આવે કે આ દાદા ઘણા સમય પછી આવી જગ્યા ઉપર આયા હશે..જુઓ વિડીયો.
View this post on Instagram
દાદાએ પોતાના જમાનાનો સફેદ ઝંભો અને કફની પહેરી છે. સાથે પગમાં પોતાના જમાના જોડા અને માથે પાઘડી બાંધેલી છે. એટલે કે દાદા ગામડામાં વસવાટ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો દિપક અંજનાએ instagram એકાઉન્ટ પર શેર કરતા કેપ્શન માં લખ્યું છે કે તમે તમારા દાદા સાથે થિયેટરમાં જઈ રહ્યા છો. મારા દાદા 1980 માં થિયેટરમાં ગયા હતા. આમ આ વિડીયો જોઈને લોકો પણ આ યુવાનના દાદા ના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં દાદા પૌત્રનો પ્રેમ જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.