પિતા એ બે વર્ષ ની માસૂમ પુત્રી ને ફાસા પર લટકાવી બાદ પોતે પણ ખાય લીધો ગળાફાંસો. જાણો કયા બની ઘટના.
ગુજરાત માં અવારનવાર આત્મહત્યા માં કેસો સામે આવતા જ રહે છે. ક્યારેક જાણવું મુશ્કિલ થય પડે છે કે આત્મહત્યા કયા કારણોસર થય? લોકો આત્મહત્યા કરીને પોતાના પરિવાર ને નોંધરો મૂકીને ચાલ્યા જાય છે. પરિવાર સાવ રસ્તા પર આવી જતો હોય છે. ગુજરાત માં આવી જ એક ધટના સામી આવી છે. આ ઘટના સાંભળતા જ આપડા રૂંવાટા બેઠા કરી દે એવી ઘટના છે.
આ ઘટના ગૂજરાત માં ભાવનગર જિલ્લા ની સામે આવી છે. માત્ર ૨૪-વર્ષ ના યુવાને પહેલા પોતાની બે વર્ષ ની માસૂમ પુત્રી ને ગળાફાંસો ખવરાવી અને બાદ માં પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે. બગદાણા પોલીસે સ્ટેશન વિસ્તાર ના રતનપર નવાગામ ખાતે રહેતા માત્ર ૨૪ વર્ષ માં શૈલેષ ભુપતભાઈ બાંભણિયા એ સવાર નાં પોતાની બે વર્ષ ની પુત્રી નિશા ને લઇ ને ઘરે થી નીકળી ગયો હતો. બાદ માં રસ્તા માં પોતાની પુત્રી ને નાસ્તો કરાવી બોરલા ગામ ની સીમ માં લઈ ગયો હતો.
બોરલા ગામ ની સીમ માં લીમડા ના ઝાડ પર પહેલા પોતાની પુત્રી નિશા ને ફાસા પર લટકાવી અને મૃત્યુ નીપજાવી દીધું અને ત્યારબાદ પોતે પણ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ગામના લોકો આ ઘટના ની જાણ થતાં દોડી આવ્યા હતા. અને બાદ માં બગદાણા પોલીસ પણ આવી પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. મરનાર યુવક ની પત્ની જાગૃતિ એ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પિતા અને પુત્રી નાં મૃતદેહો ને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આત્મહત્યા નું કારણ હજુ અકબંધ છે. પોલીસ તપાસ પછી જ ખ્યાલ આવી શકે. એક જ ઘર નાં બે વ્યક્તિઓ એ ઘરમાં થી ચાલ્યા જતા પરિવાર આખો નોંધારો બની ગયો. પરિવાર માં સંભ્યો નાં આખ માંથી આંસુ સુકાતા નથી.