વોટરપાર્ક ની મજા, લોકો માટે બની સજા, એવી ઘટના બની કે જોવા વાળા ની આંખો ફાટી ગઈ.
ઉનાળા માં ગરમી નો પારો 40 ડીગ્રી એ પહોચીં જાય છે. લોકો ગરમી થી બચવા વોટરપાર્ક નો સહારો લેતા હોય છે. અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તાર નો સહારો લે છે. ક્યારેક અમુક ઘટના એવી બનતી હોય છે કે લોકો ને માથે અણધારી મુસીબત આવી પડે છે. અને મહામુસીબતો નો સામનો કરવો પડે છે. ક્યારેક ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે……
હાલમાં એક ઇન્ડોનેશિયા ની વોટર પાર્ક ની ઘટના સામે આવી છે. જેમાં વોટરપાર્ક માં મજા લેતા વ્યક્તિઓ માટે વોટર પાર્ક સજા સમાન બની ગયું હતું. વોટરપાર્ક માં રાઈડ ની મજા લેતા કેટલાકે લોકો સાથે એવી ઘટના બની કે જોનારાઓ ની આંખો ફાટી ગઈ.
ઇન્ડોનેશિયામાં એક વોટર પાર્ક માં મજા લેતા સમયે એક રાઈડ માં કેટલાક લોકો બેસેલા હોય છે અને રાઈડ માં બેસી ને નીચે આવતા હોય છે તે દરમિયાન રાઈડ અધવચ્ચે થી તૂટી જાય છે અને જેમાં 16 લોકો ને ઇજા થાય છે. અને 16 લોકો ને તાત્કાલિક ધોરણે આય-સી-યુ માં ખસેડવામાં આવે છે.
લોકો નુ કહેવું છે કે આ વોટર પાર્ક માં છેલ્લા નવ માહિના પહેલા મેન્ટેનન્સ કરાવવામાં આવ્યું હતું. પછી કયારે પણ મેન્ટેનન્સ કરાવવામાં આવ્યું ન હતું. અને રીપેરીંગ ની કાર્યવાહી પણ કરાવવામાં આવી નથી. જેનો લોકો એ વિરોધ કર્યો હતો. વિડીયો જોઈ ને લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.