રોજબરોજ સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્નમાં ડાન્સના વિડીયો અનેક વાયરલ થતા હોય છે. આજકાલ લગ્ન કરતાં લોકોમાં ખાસ એવો ટ્રેન્ડ આવી ગયો છે. કે લગ્ન પહેલા તે લોકો પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવતા હોય છે. હાલ એક લગ્ન નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વરરાજા અને કન્યા સુંદર રીતે તૈયાર થઈને લગ્નના મંડપમાં ઊભેલા હોય છે.
એવામાં લગ્ન પ્રસંગને હોસ્ટ કરતી એક યુવતી વર અને કન્યા પાસે આવે છે. અને કન્યાને એક એવો સવાલ પૂછે છે કે જે સાંભળીને કન્યા ઘડીક તો વિચારમાં પડી ગઈ. પછી તેના ચહેરા પર ગુસ્સો સાફ જોવા મળ્યો હતો. અને પછી ગુસ્સાને કાબુમાં રાખતા તે છેલ્લે હસી પડી હતી. વરરાજા અને કન્યા સુંદર રીતે તૈયાર થયેલા છે. અને તેના બેકગ્રાઉન્ડમાં સુંદર રીતે ફૂલોથી આખું સ્ટેજ શણગારવામાં આવેલું છે. આ દરમિયાન હોસ્ટ કરતી યુવતી તેની પાસે આવે છે.
અને યુવતી ને એવું પૂછે છે કે શું તમે તમારા પતિનો ક્યારેય મોબાઈલ ચેક કરશો? આ સાંભળીને પહેલા તો કન્યા ઊંડા વિચારમાં પડી ગઈ. ઘડીક તેના ચહેરા પર ગુસ્સો ખૂબ જ દેખાય છે. પરંતુ ગુસ્સો ન કરવાને બદલે પોતાના ગુસ્સો કંટ્રોલમાં રાખી હસવા લાગી હતી. આ વિડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ instagram પર વીટી વેડિંગ્સ નામના પેજ પર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લાઈક અને કોમેન્ટો મળી ચૂકેલી છે.. જુઓ વિડિયો.
View this post on Instagram
ઘણા યુઝરો વીડિયોમાં અલગ અલગ પ્રતિક્રિયા વાપરી રહ્યા છે. યુવતીને પણ સમજાતું નથી કે આ સવાલના જવાબ માટે શું કહે? અને તે શરમાવા લાગે છે. ઘડીક તો કન્યા તેના પતિ સામું જોવે છે. પછી હસવા લાગે છે. લોકો આ વિડીયો જોઈને આ સુંદર કપલના વખાણ કરી રહ્યા છે. કારણ કે આ વરરાજા અને કન્યા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આવા અનેક કોમેડી અને ફની વીડિયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.