Entertainment

વરરાજા એ દુલ્હન સાથે મળીને બૉલીવુડ ગીત ‘ બોલે ચૂડીયા ‘ પર એવો ધાંસું ડાન્સ કર્યો કે આખી મહેફિલ જામી ગઈ … જુવો વિડિયો

Spread the love

હાલમાં લગ્નને લાગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં ઘણા વિડીયો મળી કે એક સ્પેશિયલ યાદગીરી બની જતી હોય છે અને લોકો જીવન ભર ભૂલી શકતા ન્થી. હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે દરેક લગ્ન માં કપલ રોમેન્ટિક કિસ અથવા સરપ્રાઈઝ ડાન્સ કે પછી સિંગિંગ પરફોર્મર્સ કરીને પ્રેમ વ્યકત કરતા હોય છે આ સાથે જ આ ખાસ મોમેન્ટ માટે વરરાજો અને દુલ્હન પણ એકબીજાને બહું જ સુંદર ડ્રેસ માં જોવાનું પસંદ કરતા હોય છે. અને જેવા આ બંને કપલ એકબીજાને લગ્ન ના ડ્રેસ માં સાજી ધજીને જોવે છે.

કે બંને એક અલગ દુનિયામાં જ જય પહોંચે અને તેમના મનમાં વધારે ખુશી ઉમટી પડે છે.માત્ર વરરાજો અને દુલ્હન જ નહિ પરંતુ તે લગ્નમાં આવેલ મહેમાનો અને પરિવારના લોકો પણ આ મોમેન્ટ ને જીવી લેતા હોય છે અને દરેક લોકોની નજર આ કપલ પર જ અટકેલી જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડાન્સ વીડિયો ખૂબ જ લોકપ્રિય છે. લગ્નો અને પાર્ટીઓમાં દિલ ખોલીને ડાન્સ કરતા લોકોથી લઈને વાયરલ ડાન્સ સ્ટેપ્સ રિક્રિએટ કરનારા લોકો સુધી સોશિયલ મીડિયા અસંખ્ય વિડિયોથી ભરાઈ ગયું છે.

હવે એક સંગીત સેરેમનીમાં વર-કન્યાનો ડાન્સ કરતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ જોડીએ તેમની પ્રભાવશાળી ચાલ અને જબરદસ્ત એનર્જી થી નેટીઝન્સને મંત્રમુગ્ધ કરી દીધા. આટલું જ નહીં વર-કન્યાએ લગ્નમાં એવો રંગ જમાવ્યો કે કેટલાક લોકોએ પૂછ્યું કે શું આ કોઈ બોલિવૂડ સ્ટારના લગ્ન છે.ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકોનું ધ્યાન ખેંચનાર એક વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર દંપતી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ ના પ્રખ્યાત ગીત ‘બોલે ચૂડિયાં’ પર ખુશીથી ડાન્સ કરી રહ્યું છે. આ ગીતમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કાજોલે પરફોર્મ કર્યું હતું.

દંપતીના આ દમદાર ડાન્સ સ્ટેપ્સ ખરેખર દિલને સ્પર્શી જાય તેવા છે. આ વિડિયોમાં દુલ્હન લીલા લહેંગામાં સજ્જ જોઈ શકાય છે જ્યારે વરરાજાએ કાળી શેરવાની પહેરેલી છે અને તેઓ સુંદર રીતે ધૂન પર ધૂન કરતા જોવા મળે છે. તેના ડાન્સ મૂવ્સ અને કોઓર્ડિનેશનનો કોઈ જવાબ નથી. વીડિયોમાં લગ્નના મહેમાનો આ કપલના શાનદાર પ્રદર્શન માટે તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે .

ત્યારથી તેને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લાઈક્સની સંખ્યા હજુ પણ વધી રહી છે. વાઇરલ થઈ રહેલ આ વિડીયો ને જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું કે મારે આંખની સારવાર કરાવવી પડશે, કારણ કે સામાન્ય લગ્નોમાં આવું જોવા મળતું નથી. શું કોઈ બોલિવૂડ સ્ટારના લગ્ન છે? બીજાએ કોમેન્ટ બોક્સમાં લખ્યું કે વાહ અદ્ભુત., ત્રીજા યુઝરે લખ્યું કે આ પ્રેમ છે. હાલમાં તો આ કપલ નો ડાન્સ વિડીયો લોકોને બહુ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Weddingz.in (@weddingz.in)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *