વરઘોડા મા ઘોડો અચાનક થયો બેકાબુ ! ઘોડા એ જાનૈયાઓ ને ઉપાડી ઉપાડી ને ફંગોળ્યા..જુઓ મજેદાર વિડીયો.
અત્યારે ભારત મા વરસાદ નો માહોલ ખુબ જ જામેલો છે. વરસાદ પહેલા લગ્ન ની સીઝન ધૂમધામ થી ચાલી રહી હતી. લગ્ન ગાળો પૂરો થઇ ગયો હોવા છતાં હજુ સોશિયલ મીડિયા પર એક થી એક ચડિયાતા લગ્ન ના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. લગ્ન ના વિડીયો લોકો ને ખુબ જ મનોરંજન પૂરું પાડે છે. કારણ કે, લગ્ન હોય એટલે લોકો ને ડીજે ના તાલે ઝૂમવા ની મજા જ અનોખી આવે છે. કેટલાક લોકો ને ડાન્સ અવડે કે ના આવડે પણ ડીજે ની ધૂન વાગે એટલેન પગ થનગાવવા લાગતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ જોવા મળે છે. જેમાં જાનૈયાઓ ડીજે ના તાલે વરરાજા ની જાન મા ડિસ્કો કરતા જોવા મળે છે. વરરાજા પોતે ઘોડા પર સવાર થઇ ને પરણવા જાય છે. એવામાં લોકો ડીજે ના તાલે ઝૂમવા મા ખુબ જ મગ્ન હોય છે. અચાનક લોકો જ્યાં ડાન્સ કરતા હોય છે ત્યાં ઘોડો અચાનક જ ભડકી ઉઠે છે. ડીજે ના અવાજ થી ઘોડો ભડક્તાની સાથે જ મોટો બનાવ બની જાય છે…જુઓ વિડીયો.
View this post on Instagram
ભડકેલો ઘોડો અનેક લોકો ને અડફેટે લઇ લે છે. જાનૈયાઓ ની વચ્ચે ઘોડો ઠેકડા મારતો મારતો ઘણા ની માથે ચડી જય છે. લોકો મા ડર નો માહોલ ફેલાય ગયો હતો. અને લોકો અફરાતફરી કરવા લાગ્યા હતા. આ જોઈ ને લોકો ઘોડા ને શાંત પાડવાની કોશિશ કરે છે. પરંતુ ઘોડો ખુબ જ ગુસે થયેલો હતો. આથી તે એમ શાંત પડે તેમ ના હતો.
આ વીડિયો _whatsinthenews નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો જોઈ ને લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તો ઘણા લોકો જાનૈયાઓ ની મજાક ઉડાવતા કહે છે કે, ઘોડા ને લોકો નો ડાન્સ કરવો પસંદ આવ્યો નહી માટે તે ભડકી ઉઠ્યો હશે. આવા અનેક વિડીયો રમુજી લોકો સમક્ષ આવતા જ હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.