India

હોસ્પિટલે પુત્ર નો મૃતદેહ આપવા ગરીબ માતા-પિતા પાસે 50-હજાર રૂપિયા માંગ્યા, માતા-પિતા એ ભીખ માંગી અને…

Spread the love

બિહાર માંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલે મૃતદેહ ના પોસ્ટમોર્ટમ કર્યા બાદ માતા-પિતા પાસે 50-હજાર રૂપિયા ની માંગણી કરી હતી. અને રૂપિયા મળે પછી મૃતદેહ આપશે તેમ કહ્યું હતું. વધુ વિગતે જાણવા મળ્યું કે, તાજપુર પોલીસ સ્ટેશન ના આહાર ગામમાં રહેતા મહેશ ઠાકુર નો 25-વર્ષીય પુત્ર સંજીવ ઠાકુર 25-મેં ના રોજ ગુમ થઈ ગયો હતો. આ ઘટના બાદ પરિવાર ને જાણ થઇ કે,

7-જુન ના રોજ મુસરીધરારી વિસ્તાર માં એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો છે. માતા-પિતા ત્યાં પહોંચ્યા હતા અને પોલીસે આ મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બાદ માં માતા-પિતા એ હોસ્પિટલે જઈ ને શબ ની ઓળખ કરતા કહ્યું કે, આ શબ તેના પુત્ર નું છે. આ બાબતે હોડપીટલ ના કર્મચારીઓ એ ગરીબ માતા-પિતા પાસે થી લાશ લેવાના 50-હજાર રૂપિયા માંગ્યા.

ગરીબ માતા-પિતા પાસે એટલા બધા રૂપિયા ક્યાંથી હોય? આથી તેઓ પોતાના ગામ આવ્યા. પોતાના ગામમાં લોકો પાસે ભીખ માંગી ને રૂપિયા ભેગા કરતા હતા. આ મામલે સિવિલ સર્જન ડો.એસકે ચૌધરીએ કહ્યું હતું કે મીડિયાના માધ્યમથી તેમને માહિતી મળી છે. અને તેને પોલીસ ને મૃતદેહ સોંપી દીધો હતો.

મૃતદેહ પોલીસ ને મળતા પોલીસે મૃતદેહ માતા-પીતા ને સોંપ્યો હતો. અને માતા-પિતા એ પુત્ર નો મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કર્યા હતા. માતા-પિતા એટલા ગરીબ હતા કે તેમની પાસે અંતિમ સંસ્કાર કરવાના પણ રૂપિયા ન હતા. આથી ગામના લોકો એ તેમને થોડી મદદ કરી હતી. આ બાબતે પોલીસ હોસ્પિટલ ના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *