પતિ ને પર-સ્ત્રી સાથે હતા આડા સંબંધ પત્ની તેને આંખ માં કાંકરા ની જેમ ખૂંચતી હતી આથી પત્ની ને રસ્તા માંથી હટાવવા કર્યું એવું કે,
રોજબરોજ આપણા સમાજ માંથી હત્યા અને આત્મહત્યા ના અનેક બનાવો સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતો માં એકબીજા ની હત્યા કરી બેસતા હોય છે. એવી જ એક ઘટના બનાસકાંઠા થી સામે આવી છે. જેમાં એક પતિ એ તેની પત્ની ની કરુણ હત્યા નિપજાવી દીધી હતી. હત્યા કર્યા બાદ તેને અકસ્માત નું રૂપ આપવામાં આવ્યું હતું. વધુ વિગતે વાત કરીએ તો,
બનાસકાંઠા ના દાંતીવાડા તાલુકા ના નાંદોત્રા ઠાકોરવાસ માં રહેતા ગોપાલસિંહ નામના યુવક ના લગ્ન 10 મહિના પહેલા વડગામ ની યુવતી કિશુબા સાથે થયા હતા. પરંતુ પતિ ને લગ્ન પછી પણ અન્ય સ્ત્રી સાથે ના આડા સંબંધો હતા. જેથી તેની પત્ની તેને આંખ માં કાંકરા ની જેમ ખૂંચતી હતી. આથી તેની પત્ની ને રસ્તા માંથી દૂર કરવાનો નિર્ણય કરી લીધો હતો.
બન્યું એવું કે, નવરાત્રી દરમિયાન પતિ-પત્ની ઘરે થી ગરબા જોવા માટે નીકળ્યા હતા. એ સમયે પત્ની નું અકસ્માત નું મૃત્યુ થયું હોવાના સમાચાર બહાર આવ્યા હતા. અને બીજા દિવસે પત્ની ના અંતિમસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. પિયર વાળા ને શંકા જતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
અને પોલીસે આ બાબતે વધુ તપાસ કરતા પતિ એ પ્રેમ પ્રકરણ માં આ હત્યા કરી નાખ્યા ની વાત સામે આવી હતી. ત્યારબાદ પોલીસે પતિ ને જેલ હવાલે કરી દીધો હતો. આમ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી જ રહેતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!