ભાવનગર ના પ્રોફેસર પતિ એ તેની જ પત્ની ની હત્યા કરવા એવો ક્રૂર રસ્તો પસંદ કર્યો કે પત્ની ને રોજે રોજ…..
ગુજરાત વારંવાર હત્યા થવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતો માં એક બીજા ની હત્યા કરી બેસે છે. ક્યારેક એક જ પરિવાર ના સભ્યો તેના જ પરિવાર ના સભ્યો ની હત્યા કરી બેસતા હોય છે. એવી જ એક ઘટના ભાવનગર જિલ્લા ની સામે આવી છે.
એક ઘટના જેમાં ભાવનગર માં શિક્ષક ની નોકરી કરતા એક શિક્ષકે તેની જ પત્ની ની હત્યા કરી નાખી છે. દેવજીભાઈ નામના એક શિક્ષકે તેના પત્ની હંસાબહેન ની હત્યા કરી નાખી છે.દેવજીભાઈ તળાજા તાલુકાની સરકારી કોલેજ માં પ્રોફેસર ની નોકરી કરે છે. દેવજીભાઈ અને હંસાબહેન ના લગ્ન ને 16 વર્ષ થયા છે.
બન્ને ને 14 વર્ષ નો એક દીકરો છે. માહિતી માં જાણવા મળ્યું કે દેવજીભાઈ હંસાબહેન ને ઘરમાં જ રાખતા તેમને જમવાનું પણ નોતા આપતા. ઘણા સમય પછી હંસાબહેન ને જમવાનું ન મળતા હંસાબહેન ના શરીર માં નબળાઈ આવવા લાગી. આ વાત ની તેમના પાડોશીઓ ને ખબર પડતા તેઓ તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. અને તેમના પતિ તેમને સારવાર માટે અમદાવાદ લઇ જશો એમ કહી ને લઇ ગયા પણ તે હંસાબહેન ને હોસ્પિટલે લઇ જવાના ના બદલે ઘરે જ રાખ્યા હતા.
હંસાબહેન ના ભાઈઓ ને આ વાત નો ખ્યાલ આવતા તે પોલીસ ની મદદ લઇ ને હંસાબહેન ને જૂનાગઢ હોસ્પિટલે લઇ ગયા. પણ ત્યાં સુધીમાં વાર થઇ ગઈ હતી. અને હંસાબહેન નું 12 મેં ના રોજ સારવાર દરમિયાન મોત થયું. પતિ જે રીતે હંસાબહેન સાથે વ્યવહાર કરતો તે જોઈ ને ભલભલા ગભરાય જાય તેવું વર્તન હતું.