India

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન નો ‘જલસા’ બંગલો કોઈ રોયલ હાઉસ થી ઓછું નથી. ફોટા જોઈ આંખો ફાટી જશે. જુઓ ફોટા.

Spread the love

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં આપણને દેશ અને વિદેશના બધા જ સમાચાર મળી રહે છે. સોશિયલ મીડિયા થકી આપણે બધું જ જોઈ શકતા હોઈએ છીએ. ભારતમાં વસતા અનેક સેલિબ્રિટી કે જેઓ પોતાનું જીવન કેવી રીતે જીવે છે. તેઓ કયા ઘરમાં રહે છે. ક્યાં વિસ્તારમાં તેનું ઘર આવેલું છે. તે બધું જ આપણે જોઈ શકીએ છીએ. એવા જ ભારતમાં બોલીવુડના સુપરસ્ટાર અને સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન આજે ભારતના દરેક ઘરમાં જાણીતા છે.

અમિતાભ બચ્ચને એકથી એક ચડીયાતી બોલીવૂડમાં સુપરહિટ મુવી આપેલી છે. આથી જ તો તેને સદીના મહાનાયક ગણવામાં આવે છે. આજે અમિતાભ બચ્ચન ભારતના ટેલિવિઝનમાં આવતા પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિના હોસ્ટ કરી રહ્યા છે. શું તમે લોકો જાણો છો અમિતાભ બચ્ચન મુંબઈમાં ક્યાં રહે છે. તેના બંગલા નું નામ શું છે. તો ચાલો આજે જાણીએ, બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન અને તેનો આખો પરિવાર મુંબઈમાં રહે છે. અમિતાભ બચ્ચનને મુંબઈમાં ટોટલ ચાર બંગલો છે.

જેમાંથી જનક નામના બંગલાને તેને પોતાની ઓફિસ બનાવી દીધી છે. જ્યારે જલસા નામના બંગલોમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. જલસા નામનો બંગલો મુંબઈના જુહુ ઇલાકામાં આવેલો છે. જલસા બંગલોની વાત કરવામાં આવે તો તે લગભગ 10000 સ્ક્વેર ફીટની જગ્યામાં ફેલાયેલો છે. આ બંગલો બે માળનું બાંધકામ ધરાવે છે. જલસા બંગલો ની વાત કરવામાં આવે તો તેનો ફ્લોરિંગ ઇટાલિયન માર્બલ દ્વારા બનાવવામાં આવેલો છે. અમિતાભ બચ્ચનના જલસા બંગલો ના બાથરૂમમાં દરેક કામકાજ ફ્રાંસ અને જર્મનીની વસ્તુથી કરવામાં આવેલું છે.

જલસા બંગલોમાં અમિતાભ બચ્ચન તેની પત્ની જયા બચ્ચન, અભિષેક બચ્ચન તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્ય અહીં રહે છે. જ્યારે જલસા બંગલોની થોડીક જ નજીકમાં એક અમિતાભ બચ્ચનનો કરોડનો અન્ય બંગલો પણ ખરીદેલો જોવા મળે છે. જલસા બંગલોમાં ઇમારતની છતથી લઈને બારી અને બારણામાં દરેકમાં કાચનો ઉપયોગ કરેલો છે. તથા તેની સાથે ઝુમ્મરનો પણ ઉપયોગ કરેલો છે. અને પૌત્રી આરાધ્ય માટે રમવા માટે એક અલગથી રૂમ પણ બનાવેલો છે.

જલસા બંગલો કોઈ રોયલ હાઉસથી કમ નથી. પોતાના ઘરને અમિતાભ બચ્ચન અને તેના પરિવાર એ ખૂબ જ સુશોભિત અવસ્થામાં રાખેલો છે. એક થી એક ચડિયાતી વસ્તુઓનો તેમાં ઉપયોગ કરવામાં આવેલો છે અને અમિતાભ બચ્ચન અને પોતાનો પરિવાર આજે ખૂબ જ સુંદર રીતે પોતાનું જીવન વિતાવી રહ્યો છે. અમિતાભ બચ્ચન પોતાના ઘરના અનેક ફોટા સોશિયલ મીડિયા ઉપર પણ શેર કરતા જોવા મળતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *