તહેવાર ના સમય માં ફરી એકવાર સોનાની કિંમત માં થયો ફેરફાર અને સોનું બન્યું આટલું…..
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ દિવાળી ઘણી જ નજીક છે તેવામાં દિવાળી પોતાની સાથે અનેક તહેવારો લઇ ને આવે છે. દિવાળી માં ઘણા એવા દિવસો હોઈ છે જેને શુભ માનવામાં આવે છે. આવા દિવસો માં ઘણા લોકો સોનું ખરીદવા ની ઇચ્છા ધરાવતા હોઈ છે. જો તમે પણ છો સોનું ખરીદવા નાં શોખીન તો આ અહેવાલ તમારાં માટે છે. મળતી માહિતી અનુસાર સોના ની કિંમત માં ફરી એકવાર ફેરફાર નોંધાયો છે. એક વેબસાઈટ પરથી મળતી માહિતી અનુસાર આજે સોનાની કિંમતમાં રૂપિયા 10 દરેક 10 ગ્રામ માટે વધારો જોવા મળ્યો છે.
જો વાત કરીએ એમસીએક્સ ઇન્ડિયાની વેબસાઇટની વિગતો મુજબ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર, સોના નાં ભાવમાં 0.10 ટકા નો ઘટાડો જોવા મળ્યો છે જેને કારણે હવે સોનાની કિંમત રૂ. 47,763 પ્રતિ 10 ગ્રામ માટે થઈ છે. આમાં 1,469 લોટના બિઝનેસ ટર્નઓવર હતા. જો વાત કરીએ સોનાના ભાવ ના ઘટાડા અંગે તો એમ પીટીઆઈએ અહેવાલમા જણાવતા વિશ્લેષકોએ સોનાના ભાવમાં ઘટાડાનું કારણ સહભાગીઓ દ્વારા પોઝિશન ઓફલોડિંગને આપ્યું હતું.
જો વાટ વિશ્વ બજાર અંગે કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વ બજાર માં સોનું 0.2 ટકા ઘટીને 1,788.66 અમેરિકન ડોલોર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ ગોલ્ડ ફ્યુચર પણ 0.2 ટકા ઘટીને 1,790.60 અમેરિકન ડોલર થયો હતો.
જો વાત દેશ ના અલગ અલગ શહેરો માં સોના ના ભવો અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે મુંબઈ માં 22 કેરેટ સોનાની કિંમત 47,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 47,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો વાત ચેન્નાઈ ની કરીએ તો અહીં 22 કેરેટ સોનાની કિંમત દરેક 10 ગ્રામ માટે 45,390 રૂપિયા જોવા મળે છે.
આ ઉપરાંત કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 47,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે બેંગ્લોરમાં 22 કેરેટ સોનાની કિંમત 45,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જે હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ માટે 45,060 રૂપિયા જોવા મળે છે. જો વાત કેરળની કરીએ તો અહીં 22 કેરેટ સોનાની કિંમત 45,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયારે પુણેમાં આ ભાવ 47,310 રૂપિયા નોન્ધયો છે. તેવીજ રીતે અમદાવાદમાં 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 45,990 રૂપિયા છે.