બારડોલી પાસે થયો ગંભીર અક્સ્માત જેને કારણે લગ્નની ખુશી એકા એક માતમમાં છવાઈ રસ્તામાં થયું એવું કે….

મિત્રો આપણે અવાર નવાર અનેક અક્સ્માત અંગે ના કિસ્સા ઓ જોતાં અને સાંભળતા હોઈએ છીએ. આવા અક્સ્માતો એક યા બીજી વ્યક્તિ ની ભૂલ કે ગેર સમજ ના કારણે સર્જતા હોઈ છે કારણ ગમ્મેતે હોઈ પરંતુ આવા અક્સ્માત માં લોકો ને ઘણું જાન અને માલનુ નુકસાન થાઈ છે. અક્સ્માત માં આર્થિક નુક્શાન થાઈ તો તેની ભરપાઈ કરી શકાય છે પરંતુ જો અક્સ્માત માં કોઈ સ્નેહીજનોનું અવસાન થાઇ તો તેમની ખોટ ક્યારે પણ પૂરી કરી શકાતી નથી.

પોતાના સ્વજનોને ખોવાનુ દુઃખ શું હોઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. તેવામાં એક એવોજ અક્સ્માત સામે આવ્યો છે કે જ્યા એક પરીવાર માં લગ્નનો આનંદ હતો. પરંતુ જાણે તેમના આ આનંદ ને કોઈક ની નજર લાગી ગઈ હોઈ. તેમ વળતી વેળાએ તેમની સાથે રસ્તામાં એક ગંભીર અકસ્માત સર્જાયો અને તેમની લગ્નની ખુશીઓ એકા એક માતમમાં છવાઈ ગઈ. જો વાત કરીએ આ અક્સ્માત અંગે વિસ્તારથી તો..

આ અક્સ્માત બારડોલી તાલુકા નજીક ભામૈયામા થયો હતો આ વિસ્તાર માં એક ઘણો જ ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બે ગાડીઓ વચ્ચે સર્જાયો હતો. અહીં બે ગાડીઓ સામ સામે અથડતા અકસ્માત સર્જાયો હતો. જો વિગતે વાત કરી તો બારડોલી કડોદ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાંથી એક કાર માં સુરતથી પુત્ર ની જાન લઈને પરત ફરી રહેલા પિતા સહિત અન્ય વ્યક્તિઓ બેઠા હતા.

આ ગાડી નો અક્સ્માત સર્જતા પુત્ર ની જાન લઇ ને આવતા પિતા સહિત અન્ય બે વ્યક્તિઓ ના મોત થયા છે. આ અક્સ્માત ના કારણે અન્ય ત્રણ વ્યક્તિઓ ને ગંભીર ઇજા થવા પામી હતી. જોકે આવા ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે બારડોલીમા આવેલ સરદાર સ્મારક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જતા સામેની કાર ચાલક વ્યક્તિ ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. આ અકસ્માત સર્જતા આસપાસ ના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા અને પોલીસ ને અકસ્માત અંગે માહિતી આપી. માહિતી મળતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી અને ભાગી ગયેલ કાર ચાલાક પર અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *