હાથ રીક્ષા ચલાવતા આ વ્યક્તિ સાથે પોલીસ કર્મચારી એ એવું વર્તન કર્યું કે જોઈ ને આંખ ભીની થઇ જશે. જુઓ વિડીયો.
સોશિયલ મીડીયા એક એવું સાધન છે કે જ્યાં આપણને અવનવા વિડીયો મળી રહે છે. આજના જમાનામાં જીવતા અમુક લોકો પાસે જમવાના પણ પૂરતા પૈસા હોતા નથી. એવામાં ઘણા લોકો પેટ નો ખાડો પુરવા ખુબ જ મજુરી કરતા હોય છે. મજૂરી કરતા લોકો સાંજ થતા માત્ર જમવાના પૈસા થાય એટલું જ કમાઈ શકે છે.
સોશિયલ મીડિયા પર એક પોલીસ કર્મચારી નો ખુબ જ સુંદર વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક મોટી ઉંમર ના ભાઈ પોતે હાથ રીક્ષા લઇ ને જતા હતા. ભર ઉનાળે ધગધગતા તડકામાં આ ભાઈ વગર ચપ્પલ રસ્તા પર હાથ રીક્ષા લઇ ને મજૂરી કરતા જોવા મળે છે. આ વગર ચપ્પલે જતા ભાઈ પર એક પોલીસ કર્મચારી ની નજર જાય છે. પોલીસ કર્મચારી તેને નવા ચપ્પલ ભેટ માં આપે છે. જુઓ વિડીયો.
बहुत ही सुन्दर, सराहनीय कार्य 💐💐
हम हमेशा आपके साथ हैं 💐💐 pic.twitter.com/Ev8dXLlPuM— शिवांग शेखर गोस्वामी 🇮🇳 (@upcopshivang) July 1, 2022
પોલીસ કર્મચારી નું આ માનવતા ભર્યું કામ જોઈ ને લોકો પોલીસ કર્મચારી ના ખુબ વખાણ કરી રહ્યા છે. આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાથ રીક્ષા ચલાવતા ભાઈ પોલીસ વાળા કર્મચારી નો ભીની આંખે આભાર માને છે. આપણા સમાજ માં ઘણા લોકો એવા છે કે જે આવા અનેક લોકો ની મદદે હાથ લંબાવતા હોય છે.
આ વિડીયો ઉત્તરપ્રદેશ ના પોલીસ અધિકારી શિવાંગ શેખર ગૌસ્વામી એ ટ્વીટર પર શેર કરેલો છે. લોકો પોલીસ કર્મચારી ની ઉદારતા ના અને માનવતા ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. વિડીયો જોઈ ને ખુબ સારી સારી કોમેન્ટો મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.