પરિક્ષામાં ટોપ કરનાર આ દિકરીની સંઘર્ષની વાત જાણી તમે પણ ભાવુક થઈ જાસો આખા ગામે કર્યું હતું…
મિત્રો આપણે સૌ ઘણી વખત વ્યક્તિ ના જોંશ અને ઉત્સાહ તથા મહેનત ના એવા ઘણા કિસ્સા જોઈએ છિએ કે જેને જાણીને આપણે પણ નવાઈ લાગે છે કે કઈ રીતે વિષમ પરિસ્થિતિ અને અનેક દુઃખ હોવા છતા પણ લોકો સફળતાના ઉચા શિખરો સર કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે વ્યક્તિ ધારે તે કરી શકે છે આ માટે ફક્ત તેને મહેનત જ કરવાની રહે છે. આપણે અહીં આવાજ એક પ્રેરણા દાયક કિસ્સા અંગે માહિતી મેળવવાની છે.
કે કઈ રીતે મુશ્કેલીઓ નો સામનો કરીને પણ આ યુવતિ સફળ થઈ. જણાવી દઈએ કે આ ઘટના બિહારના જહાનાબાદ જિલ્લાનું સુમેરા ગામ ની છે અહીં રહેતી પ્રિયાંશુ ના ઘરમાં હાલમાં ખુશીઓ નો માહોલ છે જણાવી દઈએ કે હાલમાં જ પ્રિયાંશુ એ મેટ્રિકની પરીક્ષામાં જિલ્લામાં ટોપ કરીને પોતાના પરિવાર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. અને હવે તે આઈએએસ બનવા માંગે છે.
જણાવી દઈએ કે પ્રિયાંશુએ ઘણી નાની ઉંમર માં પિતાનો સાથ ગુમાવ્યો છે. 2005માં પ્રિયાંશુના પિતા કૌશલેન્દ્ર શર્માનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જે બાદ તેના ઘરમાં કોઈ પુરુષ વાલી નહોતો. જોકે પ્રિયાંશુ ને ભણતર પ્રત્યે ઘણો લગાવ હતો તેના આજ ઉત્સાહ ને લઈને પરિવારના લોકોએ પ્રિયાંશુ ને અભ્યાસ માટે મદદ કરી. જે બાદ હાલમાં પ્રિયાંશુની સફળતાથી સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છે.
પ્રયાંશુની સફળતા ને લઈને તેની દાદી સુમિત્રા દેવી એ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે આર્થિક તંગીના કારણે પ્રિયાંશુ ને અભ્યાસ છોડવો પડ્યો હતો. જોકે તેના શિક્ષક ની મદદ ઘણી ઉપયોગી સાબિત થઈ. પ્રિયાંશુની મહેનત વિશે જણાવતા તેની માતાએ કહ્યું કે શિયાળો હોય, ઉનાળો હોય કે વરસાદ, તેમની દીકરીએ એક પણ દિવસ શાળા છોડી નથી.
જોકે હવે પ્રિયાંશુ ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેવામાં ઘરની ખરાબ આર્થિક પરિસ્થિતિ ના કારણે પ્રિયશુ ને ભણવામાં મુશ્કેલ પડી રહી છે તેવામાં પ્રિયાંશુ ના સપનાને પાંખો આપવા ગ્રામજનોએ પહેલ કરી છે. જણાવી દઈએ કે મેટ્રિકનું પરિણામ જાહેર થયા બાદ જિલ્લાની જનતા જે કંઈ કરી શકે છે તે કરી રહી છે. સૌએ સહકાર માટે પ્રિયાંશુ તરફ હાથ લંબાવ્યો.
આ ઉપરાંત જિલ્લાના સમૃદ્ધ લોકો અને જનપ્રતિનિધિઓએ પ્રિયાંશુને વધુ અભ્યાસ માટે મદદ કરવા પહેલ કરી છે. બધાએ સાથે મળીને એક કમિટી બનાવી છે. જેમાં નિવૃત્ત સૈનિક સંતોષ કુમાર, સુમેરા પંચાયતના ભૂતપૂર્વ વડા દયાનંદ પ્રસાદ, જિલ્લા ચૂંટણીના યુવા આઇકન અમિત કુમાર, રોશન કુમાર અને અન્ય ઘણા લોકોએ સાથે મળીને એક સમિતિ બનાવી છે. જણાવી દઈએ કે આ સમિતિ પ્રિયાંશુના આગળના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે. સમિતિના સભ્યોએ પ્રિયાંશુ અને તેના પરિવારના સભ્યોને ખાતરી આપી છે કે આગળના અભ્યાસમાં કોઈ અડચણ નહીં આવે.