નરેન્દ્ર મોદી ના નામ ની તાકાત ! યુરોપ ની હોસ્પિટલ માં મોદી નું નામ પડતા જ આ વ્યક્તિ ને લાખો રૂપિયા નું બિલ થયું માફ. જાણો,
આજે આપણા ભારત દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી વિદેશમાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન છે કે જે આખી દુનિયામાં પોતાનું નામ કમાઈ ચૂક્યા છે. દેશ વિદેશમાં રહેતા અનેક લોકો પણ નરેન્દ્ર મોદીના નામની મીશાલ આપતા હોય છે. અને ભારત દેશની જે ઊંચાઈ પર લાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. તે કોઈ હર કોઈને વાતનું કામ નથી. એવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે.
એક ગુજરાતી ડોક્ટર કે જે યુરોપમાં ફરવા ગયા હતા. તે ડોક્ટરને અચાનક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં નરેન્દ્ર મોદીના નામ ઉપરથી આ ડોક્ટરનું લાખો રૂપિયાનું બિલ માફ કરી દેવામાં આવ્યું હતું અને ડોક્ટરની ફ્રીમાં સારવાર કરવામાં આવી હતી. વધુ વિગતે જાણીએ તો વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં રહેતા ડોક્ટર અનિલ ગોયલ ઓગસ્ટ મહિનામાં પોતાની પત્ની સાથે યુરોપ ફરવા ગયા હતા. 12 ઓગસ્ટના રોજ યુરોપની એક રેસ્ટોરન્ટમાં જમતી વખતે ડોક્ટર અનિલ ને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ભયાનક રીતે ગભરામણ થવા લાગી હતી.
જે બાદ ત્યાં એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી હતી. બાદમાં એમ્બ્યુલન્સમાં ડોક્ટર અનિલ ને ₹50,000 ના બે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટર અનિલ ને દેશનું નામ અને પોતાના નામ પૂછવામાં આવ્યું ત્યારે ડોક્ટર અનિલે કહ્યું કે તે ભારતીય છે અને ત્યારે સામે વાળા ડોક્ટરે કહ્યું કે ભારતમાં તમે ક્યાંથી છો? ત્યારે ડોક્ટર અનિલ જે જણાવી રહ્યા હતા તે લોકો સમજવામાં નિષ્ફળ રહેતા હતા.
ત્યારબાદ અનિલભાઈએ કહ્યું કે તે ગુજરાતનો રહેવાસી છે. પરંતુ ડોક્ટરોને કઈ સમજ આવ્યું નહીં. પછી અનિલભાઈ તેમને મોદીના ગુજરાતનું હોવાનું જણાવ્યું. ત્યારે બાદ મોદીનું નામ પડતાની સાથે જ ત્યાંના ડોક્ટરોએ તરત તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અને વિવિધ વી વી આઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી. આ બાબતે અનિલભાઈ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે તેમને મોદીનું નામ આપ્યું. તો નરેન્દ્ર મોદીનું નામ પડતા ની સાથે જ તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા.
કોઈ પણ જાતનો રજીસ્ટ્રેશન કે કોઈ ફોર્મ ભરવામાં પણ ન આવ્યું અને તાત્કાલિકના ધોરણે ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી હતી. તેને કહ્યું કે તેની 95 ટકા નળી બ્લોક થઈ ગઈ હતી. પરંતુ છ દિવસમાં આઈસીયુ માં રાખવામાં આવ્યા હતા. સારવાર બાદ તેને ખબર પડી કે તેની સારવારમાં કુલ ખર્ચ 60 લાખથી 70 લાખ રૂપિયા જેટલો થયો છે.
પરંતુ નરેન્દ્ર મોદીનું નામ પડતાં ની સાથે જ હોસ્પિટલના સ્ટાફે એક પણ રૂપિયો ફી લીધી નહીં. અને બધી જ સારવાર ફ્રી માં કરી દીધી હતી. આમ આજે નરેન્દ્ર મોદી ભારત દેશના વડાપ્રધાન છે તે એક સામાન્ય માણસને પણ કામ લાગે છે. માત્ર ભારતમાં જ નહીં દેશ વિદેશમાં પ્રવાસ કરતા ભારતીય લોકોને પણ પોતે ભારતી હોવાનું ગર્વ થાય છે. અને ભારત દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીના નામ ઉપર પણ ગર્વ અનુભવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!