India

નેગેટિવ રોલ માટે જાણીતી ટીવી સિરિયલ ની આ પ્રખ્યાત અભિનેત્રી નું દર્દનાક મોત. પતિ એ જણાવી દર્દનાક કહાની,

Spread the love

રોજબરોજ મૃત્યુના અનેક સમાચારો સામે આવતા હોય છે. પરંતુ રવિવારના રોજ એક ખૂબ જ પ્રખ્યાત એવી અભિનેત્રીનું મૃત્યુ થતા તેના પરિવાર અને ચાહકો માં ખૂબ જ દુઃખની લાગણી પ્રવર્તી ગઈ હતી. ટેલિવિઝનમાં આવતા ફેમસ શો ઈશકબાજ અને કબુલ હે સિરીયલ થી ફેમસ થયેલી અભિનેત્રી નિશી સિંહ નું રવિવારના રોજ મૃત્યુ નીપજ્યું હતું. તેના પતિ એ મીડિયા સમક્ષ બધી વાત કરી હતી. અને જણાવ્યું હતું કે નિશી સિંહ ને 2019 માં પેરાલીસીસ નો એટેક આવ્યો હતો.

ત્યારથી તેની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. તે કોઈને ઓળખી શકતી પણ ન હતી. આ પેરાલીસિસના હુમલામાં તેના શરીરનો ડાબો ભાગ લકવા ગ્રસ્ત થઈ ગયો હતો. તેને દરેક કામ માટે આસિસ્ટન્ટની જરૂર પડતી હતી. નિશી અને તેના પતિને બે બાળકો છે દીકરો દિલ્હીમાં દાદા દાદી સાથે રહે છે. જ્યારે દીકરી માતા પિતા સાથે રહે છે. નિશી સિંહના પતિ સંજયસિંહ આ બધી વાત જણાવી હતી અને કહ્યું હતું કે નિશ્ચિત સિંહનો 16 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હતો. જેની ઘરે ઉજવણી કરવામાં આવી હતી. તેને બેસનના લાડુ ખૂબ જ પસંદ છે જન્મદિવસના દિવસે પણ તેને પતિ પાસે બેસનના લાડુ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેને બેસનના લાડુ પણ ખવડાવ્યા હતા.

જાણવા મળ્યું કે શનિવારના રોજ તેની તબિયત બપોર સુધી તો ઠીક હતી. પરંતુ સાંજ સુધીમાં તેની તબિયત લથડવા લાગી હતી. અને લોહીમાં 60,000 ને વટાવી ગયું હતું. જેના કારણે ધબકારામાં સપ્લાય બંધ થઈ ગઈ હતી. અને મગજ સુધી પુરવઠો પણ પહોંચી શકતો ન હતો. ત્યારબાદ તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી. રાત્રે 1:00 વાગ્યા સુધીમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ રવિવાર બપોર સુધીમાં તો અંતિમ શ્વાસ લઈ લીધા હતા અને અભિનેત્રીના અંતિમ સંસ્કાર સોમવારના રોજ કરવામાં આવ્યા હતા.

નિશી સિંહ કામની વાત કરવામાં આવે તો તેને અનેક ટીવી સીરીયલમાં પણ કામ કર્યું છે. સાથો સાથ તેના ફિલ્મોમાં પણ કામ કરેલું છે. આ અભિનેત્રી પોતાની નકારાત્મક અદાઓ માટે ખૂબ જ ખૂબ જ જાણીતી હતી. અને કોમિક ભૂમિકાઓ માટે પણ જાણીતી હતી. તેને લગભગ આઠ વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું જોવા મળે છે.

તેના પતિ સંજય સિંહ જણાવે છે કે ઘણા સમય પહેલા તેને પેરાલીસીસ નો હુમલો આવ્યો ત્યારે તેને લોકો પાસે પૈસાની માંગણી કરી હતી. અને તેના અમુક નજીકના મિત્રોએ તેને મદદ પણ કરી હતી. જેમાં નિર્દેશક રમેશ ટોળાની ની પુત્રી સ્નેહાએ એક લાખ ની મદદ કરી હતી તો કબૂલ હૈ સીરીયલ ના નિર્માતા ગુલ ખાને 50000 રૂપિયાની મદદ કરી હતી. અભિનેત્રી સુરભી ચંદનાને પણ પચાસ હજાર રૂપિયાની મદદ કરી હતી. પરંતુ તે બચી શકી ન હતી. આમ નિશી સિંહ નું દુઃખદ અવસાન થતાં તેના ચાહકોમાં ભારે દુઃખની લાગણી છવાઈ ચૂકેલી જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *