India

અદાણી ગ્રુપે બતાવી પોતાની તાકાત ! ભારત માં કર્યા મહત્વ ના બે સોદા. હવે તે ભારત ની બીજી મોટી કંપની, જાણો વિગતે.

Spread the love

થોડા દિવસો પહેલા ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે. ભારત દેશમાં સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીના પછાડી હવે ગૌતમ અદાણી ભારતમાં પણ આગળ નીકળી ગયા છે. મુકેશ અંબાણીની જેમ ગૌતમ અદાણી પણ એક પછી એક પોતાના નવા નવા બિઝનેસ શરૂ કરી રહ્યા છે.

એવામાં ગૌતમ અદાણીએ ફરી એક મોટો સોદો કર્યો છે. આ સોદા ની વાત કરવામાં આવે તો અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ અને એ સી સી લિમિટેડ નું અધિગ્રહણ કર્યું છે. આ અધિક ગ્રહણ સાથે તે દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની જશે. અદાણી ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હેલસીંગના હિસ્સા અને અંબુજા સિમેન્ટ્સ અને માટે ઓપન ઓફર મૂલ્ય 6.50 અબજ ડોલર છે.

જે અદાણી જૂથ દ્વારા કરવામાં આવેલો અત્યાર સુધીનું સૌથી મોટું સંપાદન છે. વધુમાં જાણવા મળ્યું કે આ અધિક ગ્રહણ બાદ અદાણી અંબુજા 63.15 ટકા અને એ સી સી માં 56.69 ટકા હિસ્સો ધરાવશે. ગયા મે મહિના માં અદાણી ગ્રુપે આ બાબતે મહત્વની જાહેરાત કરીને જણાવ્યું હતું કે ભારતમાં હોલસિંગ લિમિટેડ ના બિઝનેસમાં હિસ્સો હસ્તગત કરવાનો સોદો કરવામાં આવેલો છે.

આ સાથે બંને કંપનીઓ અંબુજા સિમેન્ટ અને એ સી સી ભારતની સૌથી મજબૂત સિમેન્ટ બ્રાન્ડ્સ માની એક છે. કંપનીમાં 14 ઇન્ટીગ્રેટેડ યુનિટ, 16 ક્રશર યુનિટ, 79 કોંક્રીટ પ્લાન્ટ છે. આમ અદાણી ગ્રુપે આ સોદો કરતા તે દેશ સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગઈ છે. આમ હવે અદાણી પોતાના નામનો ડંકો વિશ્વમાં વગાડી રહ્યા છે. તેણે પોતાના દમ ઉપર બધું જ હાંસલ કરેલું છે. અને આજે વિશ્વમાં બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *