રણબીર કપૂરે કર્યો મોટો ખુલાસો ! કહ્યું કે તેની સવાર એક વ્યક્તિ ને જોયા વગર થતી નથી. તેના વગર જમતો પણ નથી. જાણો કોણ છે તે,
બોલીવુડના અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટે થોડા મહિનાઓ પહેલા લગ્ન કર્યા હતા. બંને લગ્નના બંધનમાં બંધાયા બાદ બંનેનું લગ્ન જીવન ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે. હવે થોડાક જ સમયમાં આલિયા ભટ્ટ માતા અને રણબીર કપૂર પિતા બનવા જઈ રહ્યા છે. પરંતુ હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણા જ ચર્ચામાં હોય છે.
હાલમાં થોડા સમય પહેલા બને નું મુવી બ્રહ્માસ્ત્ર આવ્યું હતું. આ બ્રહ્માસ્ત્ર મુવીની સફળતા ખૂબ જ સારી રહી છે. બ્રહ્મસ્ત્ર મુવીને ખૂબ જ સારો એવો ચાહકો તરફથી પ્રતિભાવ મળી રહ્યો છે. હાલમાં જ રણબીર કપૂરનું એક ઇન્ટરવ્યૂ બહાર આવ્યું હતું. જેમાં રણબીર કપૂર તેના અને આલિયા ભટ્ટ વચ્ચેના સંબંધોની વાત કરી હતી. અને કહ્યું હતું કે શિવ તેના જ પાત્રની જેમ ઈશા પર નિર્ભર છે. એટલે કે વાસ્તવિક જીવનમાં પણ રણબીર કપૂર તેની પત્ની આલિયા પર ખૂબ જ નિર્ભર રહે છે.
રણબીર કપૂર એ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મને ખૂબ જ ગર્વ છે કે હું એક સ્વતંત્ર વ્યક્તિ છું અને હું અલગ છું પણ હું આલિયા પર ખૂબ જ નિર્ભર છું. રણબીર કપૂર કહે છે કે તે સવારે ઊઠીને બાથરૂમમાં નાહવા નથી જતો કે ખાવાનું પણ નથી ખાતો. જ્યાં સુધી તે આલિયા ભટ્ટને ના જોવે ત્યાં સુધી તે કઈ જ કામ કરતો નથી. તે કહે છે કે મારા માટે તે ખૂબ જ જરૂરી છે કે આલિયા મારી સાથે હોય. આમ રણબીર કપૂર એ તેના અને આલિયા વચ્ચેના ખૂબ સારા સંબંધોની વાત કરી હતી.
વધુમાં તે જણાવે છે કે તેમના સંબંધોની તુલના શિવ અને ઈશાના કાલ્પનિક સંબંધો સાથે ન કરી શકાય. સાથે એમને એમ પણ કહ્યું કે દરેક લોકોની જેમ તેના પણ સારા અને ખરાબ દિવસો હોય છે. પરંતુ પોતાને સારું બનાવવાની ચાહત હોવી જોઈએ. સાથે એમને કહ્યું કે સંબંધો નિભાવવા મુશ્કેલ છે અને તેના પર સતત કામ કરવાની જરૂર છે. એટલે કે ટૂંકમાં રણબીર કપૂર કહે છે કે તેની સવાર આલિયા ભટ્ટને જોયા વગર થતી નથી.
અને બંનેના લગ્ન જીવનની વાત કરવામાં આવે તો બંનેનું લગ્ન જીવન ખૂબ જ સુંદર રીતે પસાર થઈ રહ્યું છે. હાલમાં જ બ્રહ્માસ્ત્ર મુવી ની સફળતા બાદ બંને આ મુવીને સફળતા બાબતે ખૂબ જ સેલિબ્રેશન કરતા જોવા મળે છે. આમ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર રીતે જીવન પસાર કરતા જોવા મળે છે. બ્રહ્માસ્ત્ર મુવી બંનેનું પ્રથમ એવું છે કે બંનેએ એક મુવીમાં સાથે કામ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!