ડ્રેગને કર્યો સિહનો શિકાર! શું શ્રીલંકા નાદાર થઇ જશે? આ ભૂલને કારણે થશે શ્રીલંકાને નુકશાન ચીનના પંજામાં સોનાની લંકા ભારતને પણ થશે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વિશ્વ સ્તર પર વતાવરણ ઘણું અશાંત છે કારણકે જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે વિશ્વ પર ત્રીજા વિશ્વ યુદ્ધ અને પરમાણું યુદ્ધ ની અસંકા વધી રહી છે મનુષ્ય જીવન વિનાસ તરફ વળી રહ્યું છે આ સમયે પણ ચીન પોતાની ચાલબાજી માંથી બાજ નથી આવતું પોતાની વિસ્તારવાદી નીતિને કારણે બદનામ ચીન નાના દેશો ને અલગ અલગ રીતે દબાવે છે અને તેના પર પોતાનું શાસન સ્થાપિત કરે છે. અને તે દેશને બરબાદ કરી મુકે છે.
હાલમાં આવોજ હાલ શ્રીલંકા નો પણ થઇ ગયો છે કે જે ચાલબાજ ચીનના શિકંજા માં ફસાઈ ગયું છે. જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકા પર નાદારી નું જોખમ વધુ રહ્યું છે કારણ કે અહીની અર્થવ્યસ્થા નસ્ટ થઇ ગઈ છે અને વિદેશી મૂડી પણ ખાલી થઇ ગઈ છે. મોંઘવારી માં ધરખમ વધારો જોવા મળે છે જયારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મેળવવી મુશ્કેલ બની છે ટુકમાં શ્રીલંકા ની હાલત ઘણી જ કફોડી બની છે.
આપણે અહી શ્રીલંકા ની આવી સ્થતિ શા માટે આવી તેના કારણો જાણશું તો ચાલો આપણે અહી નાદારી તરફ વધી રહેલા દેશ શ્રીલંકા અંગે માહિતી મેળવીએ. આમ તો શ્રીલંકા ને હિન્દ મહાસાગર નું મોટી અને સોનાની લંકા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ સોનાની લંકા હાલમાં ઘણા મોટા આર્થીક સંકટ માંથી પસાર થઇ રહી છે.
શ્રીલંકા ની ખરાબ પરિસ્થિતિ નો ખ્યાલ એ બાબત પરથી આવી જાય છે કે અહી એક લિટર પેટ્રોલ-ડીઝલ માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા છે આ ઉપરાંત રેશનના વેચાણ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ના વેચાણ માટે પણ આર્મી ને કામ સોપવું પડ્યું છે. આટલી હદે હાલત ખરાબ થઇ છે. જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકાનું વિદેશી મુદ્રા ભંડોળ પણ પૂરું થવાના આરે છે અને દેશની કરન્સીની વેલ્યુ પણ તળિયે પહોચી ગઈ છે.
હવે ત્યાની સરકાર વિશ્વ સમક્ષ મદદ માટે અપીલ કરી રહી છે જણાવી દઈએ કે હાલમાં જ શ્રીલંકાએ ભારત અને ચીન જેવા પાડોશી દેશો પાસે આર્થિક મદદ માગી છે. મદદ માટે અપીલ આવતા જ ભારતે શ્રીલંકાને એક અબજ ડોલર જયારેચીને અઢી અબજ ડોલરની લોન આપવા ની જાહેરાત કરી છે. આપણે અહી શ્રીલંકા ની નાદાર થવા પાછળ ના કારણો જાણશું.
સૌ પ્રથમ જણાવી દઈએ કે શ્રીલંકા ની અર્થવ્યવસ્થા માં ખેતી ઘણો મોટો ભાગ ધરાવે છે. પરંતુ થોડા સમય પહેલા જ અહીની સરકારે ખેતી માટે કેમિકલ ફર્ટિલાઈઝર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે અને દેશમાં 100 ટકા ઓર્ગેનિક ખેતી કરવા અંગે નિર્ણય લાગુ કર્યો છે. જે એક ભૂલ ભરેલું પગલું હતું આ પ્રતિબંધ ના કારણે શ્રીલંકાનું એગ્રી પ્રોડક્શન જે પહેલા થતું હતું તેના કરતા અડધું થઈ ગયું. જેના કારણે ચોખા અને ખાંડની ભારે અછત ઉભી થઈ છે. આ સાથે દેશમાં સંગ્રહખોરીને કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે.
જયારે વાત બીજા કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે શ્રીલંકા ને ઘણી પાયાની અને જીવન જરૂરી વસ્તુ માટે પણ અન્ય દેશો પર આધાર રાખવો પડે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ચાલી રહેલા યુધના કારણે આખા વિશ્વ ને અસર થઇ રહી છે નિકાસ પર અસર થઇ રહી છે વસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે પણ શ્રીલંકા ની હાલત ખરાબ થઇ છે.
આ ઉપરાંત શ્રીલંકા ને કંગાળ બનાવવા પાછળ ચીન નો સૌથી મોટો હાથ છે જણાવી દઈએ કે શ્રીલંકા ની આખી અર્થ વ્યવસ્થા ખેતી અને પ્રવાસ પર મોટો આધાર ધરાવે છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આખું વિશ્વ ચીનના કોરોના વાયરસ સામે લડાઈ કરી રહ્યું છે જેના કારણે દેશના પ્રવાસ ક્ષેત્રમાં પણ ઘટાડો થયો છે અને આવક બંધ થઇ છે આજ કારણ છે કે શ્રીલંકા માં આર્થીક સંકટ જોવા મળ્યું.
આ ઉપરાંત ચીનની શ્રીલંકા પ્રત્યે નીતો પણ શ્રીલંકા સરકાર સમજી શકી નહિ જેના કારણે શ્રીલંકા નો ખરાબ હાલ થયો જણાવી દઈએ કે શ્રીલંકા ને પાઈમાલ કરવા પાછળ ચીનની ડેબ્ટ-ટ્રેપ પોલિસી જવાબદાર છે. જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકા ભારે કર્જમાં ડૂબેલો દેશ છે જણાવી દઈએ કે શ્રીલંકા પર ચીનનું 5 બિલિયન ડોલરનું દેવું છે. ઉપરાંત ભારત અને જાપાન જેવા દેશો સાથો સાથ IMF જેવી સંસ્થા પાસેથી પણ શ્રીલંકા એ લોન લીધી છે. એક અહેવાલ મુજબ, એપ્રિલ 2021માં શ્રીલંકા પર કુલ 35 બિલિયન ડોલરનું વિદેશી દેવું છે. આમ, આટલું બધું દેવું અને સાથે વ્યાજ પણ ચૂકવવાનું હોવાથી શ્રીલંકાની હાલત વધારે ખરાબ થઈ રહી છે.
સાથો સાથ વિદેશી મૂડી માટે પણ હાલમાં શ્રીલંકા વલખા મારી રહ્યું છે જણાવી દઈએ કે એક તરફ શ્રીલંકા નું દેવું વધી રહ્યું છે તો બીજી તરફ તેમની પાસે રહેલ વિદેશી મૂડી ના ભંડોળ ઘટી રહ્યા છે. જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલાં શ્રીલંકા પાસે વિદેશી મૂડીભંડોળ 7.5 બિલિયન ડોલર હતું, જે જુલાઈ 2021માં ઘટીને 2.8 બિલિયન ડોલર જયારે નવેમ્બર 2021 સુધી 1.58 બિલિયન ડોલરની સપાટીએ આવી ગયું છે.