રેલવે ની નોકરી ઠુકરાવી માત્ર 50-રૂપિયા માં શીંગ નો ધંધો શરુ કરનાર બિઝનેસમેન ની ‘સિકંદર’ શીંગ ની વિદેશ માં પણ છે માંગ…વર્ષે કરોડો…
રોજ ની 50 રૂપિયા ની શીંગ વહેંચીને આજે કરોડો નું ટર્ન ઓવર કરતા એક બિઝનેસમેન ની કહાની ખુબ જ રસપ્રદ છે. કોઈપણ જાતના માર્કેટિંગ વગર કરોડો નો બિઝનેસ કરનાર ની કહાની ગુજરાત ના સુરેન્દ્રનગર થી શરુ થઇ હતી. અને પેઢી દર પેઢી ધંધો ચાલ્યા જ કરે છે. અકબરઅલી નાઝીરઅલી લખાણી એ વર્ષ 1949 માં માત્ર 13 વર્ષ ની વયે શીંગ વહેંચવાનું શરુ કર્યું હતું. 5-કિલો ના ત્રાજવા માં 5-કિલો શીંગ અને ચીક્કી લઈને ઘરે ઘરે વેચવા જતા હતા.
સુરેન્દ્રનગર ના ખેરાળી ગામે થી શીંગ નો નાનો એવો બિઝનેસ શરુ કર્યો હતો. અકબરઅલી ને એકવાર રેલવે ની નોકરી પણ મળી હતી. પરંતુ રેલવે ની નોકરી ને ઠુકરાવી ને તેણે શીંગ વહેંચવાનું શરુ રાખ્યું. તેના પત્ની શક્કરબેન તેને રોજેરોજ શીંગ બનાવી દેતા. ધીમે ધીમે પોતાના ગામથી સુરેન્દ્રનગર સીટી માં રહેવા આવી ગયા. અને ત્યાં પહેલા પાથરણું પાથરીને શીંગ વહેંચતા. ત્યારબાદ ધંધો સારો ચાલતા તેણે લારી માં ધંધો શરુ કર્યો.
આજુબાજુ ના ગામના લોકો ને અકબરઅલી ની શીંગ એટલી બધી પસંદ આવતી કે, સ્પેશ્યલ લેવા આવતા હતા. ધંધો સારો ચાલતા 1969 માં અકબરઅલી એ દુકાન ખરીદી. અકબર અલી જે શીંગ વહેંચતા તેને તેણે પેકીંગ માં વહેંચવાનું શરુ કર્યું. આ પેકીંગ પર શીંગ ની બ્રાન્ડ નું નામ તેણે ”સિકંદર” રાખ્યું. અક્બરઅલી ના મોટા દીકરાનું નામ સિકંદર હોય તેના નામ પર થી તેણે બ્રાન્ડ નું નામ રાખ્યું.
ધીમે ધિમે ધંધો એવો ચાલ્યો કે, અકબરઅલી ભાઈ એ ફેક્ટરી ચાલુ કરી. અને તેનો મોટો દીકરો તેમાં જોડાણો તેણે 36 હજાર સ્કવેર ફૂટ જગ્યા માં મોટા પાયે શીંગ નું પ્રોડક્શન ચાલુ કર્યું. 1995 માં તેનો નાનો દીકરો અમીનભાઈ પણ જોડાયા અને બન્ને ભાઈ ઓ એ થઇ ને ધંધા ને આગળ વધાર્યો. 2003 માં સિકંદરભાઈ નું ડેંગ્યુ થી અવસાન પામ્યા. અને 2019 માં અકબરઅલી ભાઈ પણ અવસાન પામ્યા. ત્યારબાદ અમીનભાઈ એ જવાબદારી સંભાળી.
અમીનભાઈ ના મિત્ર ની પુત્રી આમાં બિઝનેસમેન ડેવલપર તરીકે જોડાય. અમીનભાઈ ના બે દીકરા હુસૈન અને હસન ભણવાની સાથે આ ધંધા માં કામ કરતા. શ્રી આચાર્ય બિઝનેસ ડેવલપરે એમાં જીરા શીંગ, હિંગ શીંગ, ચણા વગેરે પ્રોડકટ શરુ કરી. અને આજે ભારત બહાર અમેરિકા, કેનેડા સહિત 7 દેશો માં સિકન્દર શીંગ ની નિકાસ કરવામાં આવે છે. દર વર્ષ નું માર્કેટિંગ 19 કરોડ રૂપિયા નું છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.