સાળી એ ચોરી લીધા જીજા ના ચપ્પલ તો વરરાજા રૂમ માં ચારેકોર થી વળ ખાતાખાતા આળોટવા લાગ્યા,,જુઓ વિડીયો.
ભારતમાં હાલ લગ્નની સિઝન ખૂબ જ જોરશોર થી ચાલી રહી છે. લગ્ન પ્રસંગ હોય એટલે ઘર પરિવારના સભ્યો નવદંપતીને આશીર્વાદ આપવા લગ્નમાં સહભાગી થતા હોય છે. લગ્નમાં અનેક વિધિઓ કરવામાં આવતી હોય છે. લગ્ન એવો પ્રસંગ છે કે જેમાં બે થી ત્રણ દિવસ આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે અને પ્રસંગને યાદગાર બનાવવામાં આવતો હોય છે.
લગ્નમાં કરવામાં આવતી એક વિધિ અથવા તો રસમ એટલે જુતા ચપ્પલ ચોરવાની રસમ. જેમાં વરરાજા ની સાળી અથવા તો સાળા ઓ દ્વારા વરરાજા ના જુતા ચપ્પલ ચોરવામાં આવતા હોય છે અને ત્યારબાદ વરરાજા પાસેથી મોટી મોટી રકમ ની માંગણી કરવામાં આવતી હોય છે. આવા અનેક ચપ્પલ ચોરવા ના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પરંતુ હાલ એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને લોકો પોતાનું પેટ પકડીને હસવા લાગ્યા છે.
કારણ કે જે વરરાજા ના ચપ્પલ ચોરવામાં આવ્યા હતા તે વરરાજા ના ચપલ ચોરાતા વરરાજા નાના બાળકોની જેમ રડવા લાગ્યા હતા અને રૂમમાં આળૉટવા લાગ્યા હતા. વીડિયોની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા એક રૂમમાં કોઈ ધાર્મિક વિધિ માટે બેઠા છે. ત્યારે જ વરની સાળી છુપાઈને આવે છે અને તેના જૂતા ચોરી લે છે.
સાળી ને આવું કરતા જોઈને વરરાજાના હોશ ઉડી જાય છે અને ચીસો પાડતા રડવા લાગે છે. વરરાજાને જમીન પર પડેલો જોઈને તેના જૂતા પરત કરવામાં આવે છે.જૂતા ચોરીની વિધિ તમે ઘણી જોઈ હશે, પરંતુ આ વીડિયોમાં જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે તે સામાન્ય રીતે ક્યાંય જોવા મળતું નથી. આ વીડિયો બટરફ્લાય__માહી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!