India

ભારત ની મહિલા પોલીસ ઓફિસર ની કહાની જાણી થશે ગર્વ યુવાનો માટે છે પ્રેરણાદાયી ડ્યુટી ની સાથે કરે છે ભારત નું નામ રોશન,

Spread the love

આપણા ભારત માં પહેલા ના જમાના માં સ્ત્રીઓ ને ઘર ની ચાર દીવાલો માં રાખવામાં આવતી હતી. અને સ્ત્રીઓ ને બહાર જવાની ખાસ પરમિશન ના હતી. પરંતુ આજે વિશ્વ માં ટેક્નોલોજી નો યુગ છે અને ભારત માંથી પણ જૂનીપુરાણી રૂઢિઓ ઓછી થતી જાય છે. અને હવે તો સ્ત્રીઓ પણ પુરુષો સાથે કદમ થી કદમ મિલાવતી જોવા મળે છે. ભારત માં દરેક સ્થાન પર સ્ત્રીઓ ને જગ્યા આપવામાં આવે છે.

એવી જ એક સિક્કિમ રાજ્ય માં પોલીસ તરીકે ફરજ બજાવતી મહિલા ઓફિસર ની કહાની જાણી ને તેના પર થશે ગર્વ. સિક્કિમ ની પોલીસ ઓફિસર મહિલા એકા હંગમા સુબ્બાના હાલ ખાસ ચર્ચા માં જોવા મળે છે. કારણ કે આ મહિલા પોલીસ ઓફિસર એવી ઓફિસર છે કે જે એક પોલીઓસ ઓફિસર ની સાથે સાથે સુપર મોડેલ, બાઇકર અને રાષ્ટ્રિય સ્તર ની બોક્સિંગ ખેલાડી પણ છે.

જેના કેટલાય ફોટા તેના સોશિયલ મીડિયા પર શેર થયેલા જોવા મળે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકોઉંટ પર તે તેના અનેક ફોટા શેર કરતી જોવા મળે છે અને તેના એકાઉંટ પર તેના ફોલોવર્સ ની સંખ્યા પણ ઘણી મોટી છે. ભારત ના રિયાલિટી શો માં પણ ભાગ લઇ ચુકેલી છે જેમાં તે સુપરમોડેલ ઓફ યર તરીકે વિજેતા થઇ હતી. તેને તેના જ પિતા ને તેના ગુરુ બનાવ્યા છે.

તે કહે છે કે તે જયારે બોક્સિંગ ના ક્લાસ માં જતી ત્યારે તેને ત્યારથી બોક્સિંગ ની લત લાગી ગઈ હતી. અને તેને નાનપણ થી જ ડ્રાયવિંગ નો ખુબ જ શોખ હતો. આ પોલીસ કર્મી ના વખાણ ભારત ના ઉદ્યોગપતિ એવા આનંદ મહિંદ્રા એ પણ કરેલા છે. આમ આ યુવતી આજે ઘણા લોકો ની પ્રિયા યુવતી બની ગઈ છે. અને તેના ચાહકો ની સંખ્યા માં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *