India

મુકેશ અંબાણી, ગૌતમ અદાણી ને પાછળ છોડી આ વ્યક્તિ બન્યા ભારત ના પ્રથમ નંબર ના દાનવીર જાણો કોણ છે તે,

Spread the love

આપણે જાણીએ છીએ તેમ રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર ધનિક વ્યક્તિઓની લક્ઝરીયસ લાઈફ બતાવવામાં આવતી હોય છે. ભારત માં એવા કેટલાય ધનિક વ્યક્તિઓ વસે છે. જેમાં પ્રથમ બે નંબર પર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી નું નામ સાંભળતા હોઈએ છીએ. પરંતુ હાલમાં ભારત દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે આ લિસ્ટમાં ધનિક વ્યક્તિઓમાં સૌથી ઊંચા સ્થાન પર નહીં પરંતુ દાન કરવામાં કયા વ્યક્તિઓનું નામ ઉંચા સ્થાન પર છે તેનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે ભારતમાં પ્રથમ નંબરે કયા વ્યક્તિ ને દાનવીર નું બિરુદ્ધ પ્રાપ્ત થયું છે.

તાજેતરમાં EdelGive Hurun India Philanthropy List 2022 બહાર આવ્યું છે. જેમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ને દાન કરવામાં પાછળ છોડી ને HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદર વર્ષ 2022 ના દાનવીરો માં પ્રથમ નંબરે જોવા મળે છે. શિવ નાદર ભારતના સૌથી મોટા દાતા બની ગયા છે. હુરુનની દાતાઓની યાદીમાં શિવ નાદરને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે શિવે એક વર્ષમાં 1161 કરોડનું દાન કર્યું છે. એટલે કે દરરોજ તેણે ત્રણ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

અસીમ પ્રેમજી (વિપ્રો) ને મળી બીજું સ્થાન- વિપ્રોના અઝીમ પ્રેમજીને શિવ નાદર પછી ભારતના બીજા સૌથી મોટા દાતા કહેવામાં આવે છે. તેણે એક વર્ષમાં 484 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

મુકેશ અંબાણી ત્રીજું સ્થાન- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિશ્વના અગ્રણી ઉમરાવોમાંના એક અંબાણીએ આ સમયગાળા દરમિયાન એક વર્ષમાં 411 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

કુમાર મંગલમ બિડલા- આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ બિરલાએ એડલગીવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2022 માં ચોથું સ્થાન મેળવ્યું છે. જેમણે 242 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી.

ગૌતમ અદાણી સાતમા નંબરે- હવે વાત કરીએ ગૌતમ અદાણીની જે ભારત અને દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક છે. આ મામલામાં અદાણી સાતમા સ્થાને છે. અદાણીએ એક વર્ષમાં 190 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આમ ભારત માં મોટા મોટા બિઝનેસમેન લોકો એ આટલું દાન કરેલું જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *