આપણા ગુજરાતમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. મહિનામાં અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે રખડતા ઢોરને કારણે અનેક લોકોને ગંભીર ઇજાઓ થવા પામે છે. તો ક્યારેક રખડતા ઢોરની અડફેટે આવતા ઘણા લોકોના મોતના સમાચાર પણ આવતા હોય છે. ફરી એક રખડતા ઢોરનો કેસ AMC થી સામે આવ્યો છે. જેમાં AMC ની ઘોર બેદરકારી સામે આવી છે.
જાણવા મળ્યું કે રખડતા ઢોરના કારણે ભાવિન પટેલ નામના યુવકનું મોતની નીપજી ચૂક્યું છે. ભાવિન પટેલ પોતાની બાઇક લઈને જતા હતા ત્યારે અચાનક રખડતા ઢોરની અડફેટે આવી જતા ભાવિન પટેલના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મૃત્યુ નીપજી ગયું હતું. તેને બ્રેન માં મલ્ટીપલ હેમરેજ થયો હોવાને કારણે આ મૃત્યુ થયું હતું.
આ બાદ ભાવિન પટેલની બહેન મેઘન અમીનીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી અને આ બાબતે ગુસ્સો ઠાલવતા કહ્યું હતું કે, આજે મારો 38 વર્ષનો ભાઇ એક્સપાયર્ડ થઇ ગયો છે. બે નાની દીકરીઓ છે ઘરમાં, એનું ભરણપોષણ કોણ કરશે. મારા ભાઇનો ગાય અથડાવાના કારણે અકસ્માત સર્જાયો છે. સરકારને કહો કે આ ગાયને અહીંથી કાઢે. મારો ભાઇ આજે જતો રહ્યો છે. શું સરકારને ખબર નથી પડતી કે આ ગાયોને અહીંથી કાઢવી જોઇએ.
અમે લોકો મ્યુનિસિપાલિટી સામે કેસ કરવા માંગીએ છીએ તેમ કહ્યું હતું. આમ આખી ઘટના સામે આવી હતી. ભાવિન પટેલના પરિવારના માથે આભ ફાટી હોય તેવી મુસીબત આવી પડી હતી. આમ આવી ઘટનાઓ રોજબરોજ સામે આવ્યા કરે છે. છતાં પણ હજુ સરકાર ગાઢ નિદ્રા માં હોય તેવું જ લાગી રહ્યું છે. અનેક લોકો ના પરિવાર તબાહ થઇ જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!