કાશ્મીર માં આવેલું માતા ખીર ભવાની નું મંદિર છે આસ્થા નું કેન્દ્ર, આપદી ના સમયે કુંડ ના પાણી રંગ બદલાય જાય છે…જાણો મંદિર ની કથા,
ભારત માં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. અને દરેક મંદિરો ની સાથે કઈ ને કઈ કથા સંકળાયેલી છે. એવું જ એક મંદિર કાશ્મીર માં આવેલું છે. જે છે માં ખીર ભવાની નું મંદિર. માં ખીર ભવાની ના મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. અને ભક્તો ને માતા પર અતૂટ શ્રદ્ધા છે. માતા નું મંદિર જે કુંડ માં આવેલું છે તે કુંડ માં દરેક આપદી ના સમયે કુંડ માના પાણી નો રંગ બદલાય જાય છે.
પૌરાણિક કથા અનુસાર રાવણ એ દેવી ખીર ભવાની નો પરમ ભક્ત હતો. એવું કહેવાય છે કે, જયારે રાવણે માતા સીતા નું હરણ કર્યું અને લંકા માં લાવ્યો ત્યારે માતા ખીર ભવાની રાવણ થી નારાજ થઇ ગયા હતા. માતા ખીર ભવાની એ હનુમાનજી ને કહ્યું કે, તે તેની પ્રતિમા ને લંકા થી કોઈ બીજી જગ્યા એ પ્રસ્થાપિત કરે. આથી હનુમાનજી એ માતા ખીર ભવાની ની પ્રતિમા કાશ્મીર માં તુલમૂલ વિસ્તાર માં સ્થાપિત કરી હતી. ત્યારથી માતા અહીં પૂજાય છે.
અહીંયા માં દુર્ગા રાગ્યા ના રૂપ માં પૂજાય છે. ભક્તો અહીં આવી ને ધન્યતા અનુભવે છે. દર વર્ષે 7-જૂન ના રોજ મેળાનું આયોજન કરવામાં આવે છે. અને માતા ને ખીર નો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ મેળો એ વિસ્થાપિત સમુદાય ના લોકો નો સૌથી મોટો તહેવાર છે. કાશ્મીર માં જયારે કોઈ આપદી આવે છે ત્યારે મંદિર જે કુંડ માં છે તેનું પાણી તેનો રંગ બદલી નાખે છે. માતા પહેલાથી જ સંકેત આપી દે છે.
વર્ષ 2014 માં જયારે કાશ્મીર માં પૂર આવ્યું હતું ત્યારે આ કુંડ ના પાણી નો રંગ કાળો થઇ ગયો હતો. અને જયારે કારગિલ નું યુદ્ધ થયું હતું ત્યારે આ કુંડ ના પાણી નો રંગ લાલ થઇ ગયો હતો. એવું નથી કે માત્ર આપદી ના સમયે જ આ કુંડ ના પાણી નો રંગ બદલાય છે. પરંતુ જયારે કાશ્મીર માં જયારે કઈ સારું થાય છે. ત્યારે આ કુંડ ના પાણી નો રંગ લીલો થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!