કોળી સમાજ મા દુઃખ નું મોજુ ફરી વળ્યું ! કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા નું રોડ અકસ્માત માં થયું દર્દનાક મોત,
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ક્યારેક ક્યારેક એક નહીં પરંતુ બે ત્રણ લોકોના અકસ્માતમાં મોત થઈ જતા હોય છે. એવો જ એક કિસ્સો હાલમાં ભાવનગર શહેરમાંથી સામે આવ્યો છે.
જેમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક કાર અકસ્માતમાં કોળી સેનાના ભાવનગર જિલ્લાના યુવા પ્રમુખનું દર્દનાક મોત નીપજ્યું હતું. વધુ વિગતે વાત કરવામાં આવે તો ગોજારા અકસ્માતમાં ભાવનગર જિલ્લા ના કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા ઉમરાળા તાલુકાના ટીંબી ગામ પાસે કાર લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા કાર રોડ સાઈડ માં આવેલા તળાવમાં ખાબકી પડી હતી.
જેના લીધે રાકેશભાઈ બારૈયા ને ગંભીર ઈજા થઈ અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ કોળી સમાજના લોકોને થતા કોળી સમાજના જિલ્લા પ્રમુખ આણંદભાઈ ડાભી, કાળુભાઈ જાંબુચા સહિતના આગેવાનો તેમજ ટીંબી ઉપરાંત જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો ઉમરાળા ખાતે પહોંચ્યા હતા.
આ ઉપરાંત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવની જાણ પરિવારને થતા પરિવારના માથે આભ ફાટે તેવી મુસીબત આવી પડી હતી અને લોકોએ પરિવારને સાંત્વના પાઠવી હતી. અકસ્માતમાં કોળી સેનાના વ્યક્તિનું મૃત્યુ થઈ જતા આખો સમાજ હાલમાં દુઃખની લાગણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!