72-દિવસ બાદ દેવાયત ખવડ ને મળી ગયા જામીન બહાર આવતા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી એવું લખ્યું કે, જાણો વિગતે.
થોડા દિવસો પહેલા રાજકોટ શહેરમાં લોકપ્રિય ડાયરાના કલાકાર એવા દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા ઉપર જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો. જેનાબાદ દેવાયત ખવડને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
જેલમાં મોકલતા ની સાથે સતત ને સતત દેવાયત ખવડ દ્વારા જામીન અરજી કરવામાં આવતી હતી. પરંતુ દ્વારા હર વખતે જામીન અરજી નામંજૂર કરવામાં આવતી હતી. જેલવાસના 72 દિવસ બાદ દેવાયત ખવડને હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. જેના શરત મુજબ દેવાયત ખવડ આગામી છ માસ સુધી રાજકોટ શહેરમાં પ્રવેશી શકશે નહીં.
દેવાયત ખવડ જેલ માંથી બહાર નીકળતાંની સાથે સૌ પ્રથમ માતાજીના મઢે માથું ટેકવવા માટે ગયા હતા અને instagram ઉપર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેને લખ્યું હતું કે સર્વે વડીલો, સ્નેહીજનો અને ચાહક મિત્રોએ મારા માટે સમય ફાળવ્યો અને સતત ખબર અંતર લેતા રહ્યા અને પ્રાર્થનાઓ કરી એ બદલ સર્વનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માતાજી સર્વને સુખ અને શાંતિ આપે એવી પ્રાર્થના.
View this post on Instagram
આમ હવે દેવાયત ખવડ આગામી સ્ટેજ કાર્યક્રમમાં પણ જોવા મળશે. ઘણા સમય થી દેવાયત ખવડ જેલ માં રહ્યા હતા. દેવાયત ખવડ અનેક કાર્યક્રમો આપીને લોકો ને મન્ત્રમૂગ્ધ કરી દેતા હોય છે. રાજકોટ માં દેવાયત ખવડ અને તેના સાથીદાર દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલાય લોકો આનો વિરોધ કરી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!