Gujarat

પ્રેમી સાથે મળી પત્ની એ તેના પતિ ને રસ્તા માંથી હાટાવી નાખ્યો, ઘટના ને અકસ્માત નું રૂપ આપ્યું બાદ માં એવું થયું કે…

Spread the love

ખૂન કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક એવી રીતે ખૂન કરવામાં આવે છે કે, પોલીસ પણ ટલ્લે ચડી જતી હોય છે. એક પત્ની એ પ્રેમી સાથે રહેવા પતિ ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો. અને આ આખી ઘટના ને એક અકસ્માત નું રૂપ આપવામાં આવ્યું હતું. પરંતુ સમગ્ર ઘટના ની ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી તો સમગ્ર મામલો બહાર આવ્યો. અને ખૂની પત્ની અને તેના પ્રેમી ની સંડોવણી બહાર આવી.

ઘટના કંઈક આવી હતી કે, 16- મેં ના રોજ સુરત ના ઓલપાડ તાલુકા માં રહેતા માજી સરપંચ અને વ્યવસાયે વકીલ વીરેન્દ્રસિંહ સેવાનિયા નુ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું કે, વિરેન્દ્રસિંહ રાત્રે ધાબા પર પાણી પીવા જતા સમયે પડી જવાથી મોત થયું. આ ઘટના ને લઇ પોલીસે તપાસ કરી પરંતુ પોલીસ ને પણ એમ જ થયું કે પડી જવાથી મોત થયું. બાદ વિરેન્દ્રસિંહ ના અંતિમસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા.

પરંતુ, પતિ ના મૃત્યુ બાદ તેની પત્ની ડિમ્પલ નું વર્તન અજુગતું લગતા પરિવાર જનો એ પોલીસ નેં જાણ કરી અને આ બાબતે તપાસ કરવા કહ્યું. આ મામલે જિલ્લા પોલીસ એલ.સી.બી અને એસ.ઓ.જી ની ટિમ કામે લાગી હતી. જેમાં એસ.ઓ.જી એ સાચી વાત બહાર લાવી હતી. જાણવા મળ્યું કે, વિરેન્દ્રસિંહ ની પત્ની ડિમ્પલ ઓલપાડ તાલુકા ના ઉમરાછી ગામે ગાંધી કુટિર નું સંચાલન કરે છે.

ડિમ્પલ એક યુવક ના પ્રેમ માં પડી હતી. આ યુવક અમદાવાદ થી અવારનવાર વિઝીટ માં આવતો હતો. જેનું નામ છે હેમંત ઉર્ફે પિન્ટુ હસમુખ શર્મા. આ યુવક અવારનવાર વિઝીટ માં આવતો હોય ડિમ્પ્લ ને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ,તેના પ્રેમ વચ્ચે ડિમ્પલ નો પતિ વિરેન્દ્રસિંહ અડચણ રૂપ હતો. આથી ડિમ્પલ અને તેના પ્રેમિ પિન્ટુ એ વિરેન્દ્રસિંહ ને રસ્તા માંથી હટાવવા પ્લેન કર્યો. અને અડધી રાત્રે પ્રેમી પિન્ટુ ને બોલાવી ને પેવર બ્લોક વડે ઘા મારી ને વિરેન્દ્રસિંહ ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *