ઓડિશા- કુવા માં પડેલ દીપડા ને બહાર કાઢવામાં ફાયર સ્ટાફ નો પણ પરસેવો છુટ્ટી ગયો. જુઓ વિડીયો.

સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ભારત માં જંગલી પશુઓ ની વસ્તી બહોળા પ્રમાણ માં જોવા મળે છે. ક્યારેક જંગલી પશુઓ માનવ વસ્તી માં પણ આવી ચડતા હોય છે. અને ઘણી વાર માનવો ને નુકશાન પણ કરી બેસે છે. અને ક્યારેક ક્યાંક જાળીઓ ની વચ્ચે ફસાય જાય છે અથવા તો ક્યાંક રાત ના અંધારા માં કુવા માં પડી જતા હોય છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

વાયરલ થતા વિડીયો માં જોઈ શકાય છે કે એક દીપડો એક પાણી ભરેલા કુવામાં પડી ગયેલો છે. જેને બહાર કાઢવા માટે વન વિભાગ દ્વારા ભારે જહેમત કરર્વામાં આવી રહી છે. દીપડો જયારે કુવામાં પડી ગયો ત્યારબાદ તે ત્રાડો પાડતો હતો. બાદ માં ગામના લોકો ને ખ્યાલ આવતા તે લોકો એ ફાયર સ્ટાફ ને જાણ કરી હતી. ફાયર સ્ટાફ ની ભારે જહેમત બાદ દીપડા ને બહાર કાઢવામાં આવ્યો હતો.

વિડીયો માં જોવા મળે છે કે, એક દીપડો કુવામાં પડી ગયો છે. આ કુવામાં પાણી પણ ભરેલું છે. દીપડા ને બહાર કાઢવામાં ઘણો બધો ખતરો હતો. આથી ફાયર સ્ટાફે એક નિસરણી ને કુવામાં ઉતારી અને નિસરણી ના સહારે દીપડા ને બહાર કાઢવાનો હતો. નિસરણી અંદર જતા દીપડો થોડા સમય માટે મુંજાય છે. પરંતુ ત્યારબાદ નિસરણી ના સહારે તે કુવા કુવા માંથી બહાર આવી જાય છે. જુઓ વિડીયો.

જેવો બહાર આવે છે કે મોટી ત્રાડ પાડે છે. અને ત્યારબાદ તે જંગલ તરફ ચાલ્યો જાય છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.