3 યુવતી સાથે નીકાહ કરનાર પાકિસ્તાન નાં સાંસદ આમિર લિયાકત નું 49 વર્ષ ની વયે થયું નિધન, કારણ જાણતા ચોકી જશો…
પાકિસ્તાન દેશ માંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. પાકિસ્તાન નાં સાંસદ આમિર લિયાકત નું પોતાના ઘરે મોત થય ચૂક્યું છે. વધુ જાણકારી મળી કે, આમિર લિયાકતે થોડા સમય પહેલા ત્રીજા લગ્ન કર્યા હતા. અને તેના ત્રીજા લગ્ન થયા બાદ તેના તલાક પણ થય ચૂક્યા હતા. આમિર લિયાકત નો જન્મ ૧૯૭૨ માં કરાચી માં થયો હતો. તેના બીજા લગ્ન તૌબા અનવર સાથે ૨૦૧૮ નાં વર્ષ માં થયા હતા. અને ત્યારબાદ ૨૦૨૨ માં તેના ત્રીજા લગ્ન દાનિયા શાહ સાથે થયા હતા.
આમિર લિયાકતે ત્રીજા લગ્ન દાનીયા શાહ સાથે કર્યા તેની ઉંમર માત્ર ૧૮ વર્ષ ની જ હતી. દાનીયા શાહ તેનાથી ૩૧ વર્ષ નાની છે. પરંતુ તેની ત્રીજી પત્ની દાનિયા શાહે નિકાહ નાં થોડા જ સમય માં તેની પાસેથી તલાક લઈ લીધા હતા. આમિર લિયાકત વર્ષ ૨૦૧૮ માં ઇમરાન ખાન ની પાર્ટી માં જોડાયા હતા. પાર્ટી માં જોડાયા બાદ તે સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેને ત્યારબાદ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું હતું. ઇમરાન ખાન ની પાર્ટી માં જોડાયા પહેલા તે કોઈ અન્ય પાર્ટી નાં નેતા હતા અને એમાંથી રાજીનામું આપ્યા બાદ તે ઇમરાનખાન ની પાર્ટી માં જોડાયા હતા.
આમિર લિયાકત રાજનીતિ ઉપરાંત મીડિયા માં પણ જોડાયેલા હતા. ૨૦૦૧ માં તેને જીયો ટીવી જોઇન્ટ કર્યું હતું. ત્યારબાદ તે બોલ ન્યુઝ માં પણ કામ કરતા જોવા મળ્યા હતા. આમિર લિયાકત છેલી વખત બોલ હાઉસ ના કાર્યક્રમ માં જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા જ લિયાકત નો ન્યૂડ વિડિયો વાયરલ થઈ રહ્યો હતો. અને આ વિડિયો અંગે જાણવા મળ્યું કે, આ ન્યૂડ વિડિયો તેની ત્રીજી પત્ની દાનિયા શાહે લીક કર્યો હતો. આમિર લિયાકત નાં મોત નાં સમાચાર પાકિસ્તાન નેશનલ એસેમ્બલી માં પહોચ્યા બાદ શુક્રવારે સાંજે ૫ વાગા સુધી સદન ની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી.
આમિર લિયાકત નાં મૃત્યુ બાબતે વધુ જાણવા મળ્યું કે, જીયો ન્યુઝ નાં નોકર તરફથી જાણવા મળ્યું કે, આમિર ની તબિયત બુધવાર થી ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તબિયત ખરાબ થવા છતાં તે હોસ્પિટલ જવા તૈયાર ન હતા. તે પોતના રૂમ માં જ દર્દ થી બુ પાડતા હતા. નોકરે અંદર જવાની કોશિશ કરી પરંતુ દરવાજો અંદર થી બંધ હતો. માટે તે અંદર જઈ નાં શક્યો. ત્યારબાદ તેને બેભાન હાલત માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આમીર લિયાકત ૪૯ વર્ષ ની વયે મૃત્યુ પામ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!