‘યે હૈ મોહબ્બતેં’ ની અભિનેત્રી એ ગોવા ના બીચ પર શાનદાર રીતે કર્યા લગ્ન ! કપલે લગ્ન માં પહેર્યા આવા કપડાં, જુઓ વિડીયો.
દેશમાં લગ્નનો માહોલ ફરીથી શરૂ થઈ ચૂક્યો છે. નાના લોકોથી લઈને મોટા મોટા સેલિબ્રિટીઓ પણ લગ્નના બંધનમાં બંધાતા જોવા મળે છે. હાલમાં એ હે મહોબત ફેમની અભિનેત્રી કૃષ્ણ મુખર્જીએ ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કરી લીધા છે. ગોવાના બીચ ઉપર શાનદાર રીતે લગ્ન કર્યા છે.
જેનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે. બંનેના લુક ની વાત કરવામાં આવે તો કૃષ્ણ મુખર્જી એ લગ્નમાં લાલ અને સફેદ કલરનો લહેંગો પહેર્યો છે તો તેની સાથે મેચિંગ કરવા માટે ચિરાગ બાટલીવાલાએ મેચિંગ કલરના આઉટ ફીટ પહેરેલા છે. લગ્નનો વિડીયો વાયરલ થતાં લોકો આ લગ્નને ખુબ પસંદ કરી રહ્યા છે અને બંનેને ખૂબ ખૂબ શુભકામના પાઠવી રહ્યા છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ બંનેની શાનદાર એન્ટ્રી થતી જોવા મળે છે. વીડિયોમાં પંડિતજી ચિરાગ બાટલીવાળા અને કૃષ્ણ મુખર્જીના લગ્નની પ્રતિજ્ઞા લેવરાવતા જોવા મળે છે. જેમાં પંડિતજી ચિરાગ બાટલી વાળાને કહે છે કે કૃષ્ણ મુખર્જી instagram કે facebook ઉપર દરરોજ જે કંઈ પણ શેર કરે તેમાં લાઈક અને કોમેન્ટ કરવી પડશે એવી પ્રતિજ્ઞા લેવરાવે છે.
View this post on Instagram
આ સાંભળીને દંપતિની સાથે હાજર લોકો પણ હસવા લાગે છે ચિરાગ બાટલીવાલા એ પારસી છે પરંતુ લગ્નમાં બંને બંગાળી ડ્રેસ પસંદ કર્યો છે. કૃષ્ણ મુખર્જીએ લગ્નની તસવીરો શેર કરતા લખ્યું કે એક બંગાળી છોકરી એ પારસી નાવિક સાથે જીવનભર બંધાઈ ગઈ અમે તમારા આશીર્વાદ અને પ્રેમની રાહ જોઈ રહ્યા છીએ. આમ લોકોને આ વિડીયો અને તસ્વીર ખાસ પસંદ આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!