યુવક ચાલુ એસ.યુ.વી. કાર પર ચડી ફિલ્મી સ્ટાઇલ માં એવા એવા સ્ટન્ટ કર્યા કે જોઈ ને રહી જશો દંગ. જુઓ વિડીયો.
હાલના સમય માં સોશિયલ મીડિયા માં અવનવા વિડીયો વાયરલ થતા જ રહે છે. અને લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અવનવા પેંતરા કરતા હોય છે. આજની યુવા પેઢી સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કઈ પણ કરી શકે છે. પોતાના જીવ ને જોખમ માં મૂકી ને એવા એવા સ્ટન્ટ કરતા હોય છે કે ક્યારેક સ્ટન્ટ કરતી વખજાતે તેના જીવ ના જોખમ પણ ઉભા થતા હોય છે.
આવો જ એક વિડીયો શોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળે છે. તપાસ કરતા જાણવા મળ્યું કે તે ગાઝિયાબાદ ના એલિવેટેડ રોડ પર નું હોવાનું જાણવા મળ્યું છે. ગાઝિયાબાદ પોલીસે આ બાબતે ઇન્દિરા પોલીસ સ્ટેશનને તપાસ માટે આદેશ આપ્યો છે. વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે એક યુવક ચાલુ ગાડી એ એસ-યુ-વી કાર પર ચડીને સ્ટન્ટ કરી રહ્યો છે.
યુવક ચાલુ કાર નું સ્ટીયરીન્ગ છોડીને બાદ માં કાર ચાલુ રાખીને પોતે કાર ના દરવાજા પર ચડીને અવનવા સ્ટંટો કરે છે. તે પોતાંની સાથે અન્ય લોકો ની પણ ઝીંદગીને જોખમમાં મૂકે છે. એસ.પી. ટ્રાફિક પોલીસ રામાનંદ કુશવાહે જણાવ્યું કે આ વિડીયો કદાચ પહેલાનો છે કારણકે આ વિડીયો માં ખુબ જ ધુમ્મસ દેખાય રહ્યું છે.
પોલીસ ગાડીનો નંબર જોઈ ને રોડ પર થી પસાર થતી તમામ એસ.યુ.વી કાર ને રોકીને તમામ કારો પર નજર રાખી રહી છે. સ્ટન્ટ કરનાર યુવક મળે તેની પર કાયદેસર ની કાર્યવાહિ કરવામાં આવશો. આવા કેટલાય વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જે ને જોઈ ને પોલીસ આવા લોકો ને પકડીને મોટી રકમો નો દંડ કરે છે છતાં પણ આવા વિડીયો સોશિયલ મીડિયા માં જોવા મળે છે. જુઓ વિડીયો.
View this post on Instagram