યુવતી ના અપહરણ,રેપ અને હત્યા ના કેસ માં યુવક ને જેલ માં ધકેલવામાં આવ્યો હતો તે યુવતી સાત વર્ષ બાદ જીવિત મળી,,
રોજબરોજ હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. એક એવો કિસ્સો અલીગઢથી સામે આવ્યો છે કે જેને સાંભળીને લોકોના હોશ ઉડી ગયા. સાત વર્ષ પહેલા એક યુવકને એક યુવતીના અપહરણ, રેપ અને હત્યાના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ સાત વર્ષ બાદ જે યુવતીની હત્યા થયા ના સમાચાર સામે આવ્યા હતા તે યુવતી હાલમાં જીવિત મળી આવે છે અને તે યુવતી પોતાનું નામ બદલીને તેના પતિ સાથે રહે છે અને તેને બે બાળકો પણ છે.
વધુ વિગતે વાત કરીએ તો 17 ફેબ્રુઆરી 2015 ના રોજ અલીગઢ ના એક ગામમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક છોકરી ગુમ થઈ ગઈ હતી. જેના બાદ પરિવારના સભ્યોએ તેના ગામમાં રહેતા વિષ્ણુ નામના યુવાન ઉપર બળાત્કાર, અપહરણ અને હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ વિષ્ણુને ચાર વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. ચાર વર્ષ બાદ વિષ્ણુને જામીન મળ્યા હતા. પરંતુ જામીન પૂરા થઈ જતા તે હાજર થયો નહીં અને ફરી પાછો તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
પરંતુ ઉત્તર પ્રદેશના અલીગઢના કથાકાર ઉદય કૃષ્ણ શાસ્ત્રી નવેમ્બરમાં ગામમાં કથા કરતા હતા. તે સમયે સાત વર્ષ પહેલા ગુમ થયેલી યુવતી તેની નજર સામે આવી તેને શંકા જતા તેને પોલીસ અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. જે બાદ પોલીસે બધી માહિતી એકઠી કરીને યુવતી ની ધરપકડ કરી હતી. કથાકારે જણાવ્યું કે જે યુવક જેલમાં છે તેની માતા સુનિતા દેવી તેની શિષ્ય છે અને તે ઘણા સમયથી તે લોકોને ઓળખે છે. આમ પોલીસે ત્યારબાદ યુવતીની ધરપકડ કરી હતી.
યુવતી તેના પતિ રાજકુમાર સાથે રહેતી હતી અને તેના બે બાળકો પણ છે. તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. આમ આખી ઘટના બહાર આવી હતી. તો જેલમાં રહેલ યુવકની માતાએ તેના દીકરાને જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર મોકલવાની વાત રાખી હતી અને ખોટા કેસ બદલ જે લોકોએ તેને ફસાયો તેના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આમ આ આખો સમગ્ર મામલો સામે આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!