India

PUBG માં પાગલ થયો યુવક!! પોતાના જ માતા-પિતાને એવી વાતને લીધે મૌતને ઘાટ ઉતારી દીધા કે જાણી તમારા હોશ ઉડી જશે…

Spread the love

હાલમાં ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યાર થી તેમાં મનોરંજન  ની સાથે સાથે ઘણા કિસ્સાઓ પણ જોવા મળી જતાં હોય છે કે જે દરેક લોકોના હૈયામાં હડકંપ મચાવી મૂકતાં હોય છે. કહેવાય છે ને સિક્કા ની બે બાજુ હોય છે એમ ગેમ રમવાના પણ બે પાસા જોવા મળી આવે છે જેમ આ ઘણીવાર બાળકો ગેમ રમતા રમતા પોતાનું ટેલેન્ટ વિકસાવતા હોય છે તો ઘણીવાર આ ગેમ જ બાળકોનું જીવન ખરાબ કરતી હોય છે ત્યારે એક ગેમ ના ચકકર માં દીકરો હેવાન બન્યો હોય એવો કિસ્સો હાલમાં સામે આવી રહ્યો છે જે જોયા બાદ લોકોના હોશ ઊડી ગ્યાં છે.

ઉતરપ્રદેશ ના ઝાંસી થી એક ખબર સામે આવી રહી છે જે સાંભળીને તમારી રૂહ કંપી જશે. અહી એક વ્યક્તિએ પોતાના માતા પિતાને માર મારી મારીને મોત ને ઘાટ ઉતાર્યા છે . ખબરો ની માનવામાં આવે તો યુવક બહુ જ PUBG રમતો હતો. જેના કારણે તેનું માનસિક સંતુલન ખોવાઈ ગયું હતું. જ્યારે આ વાતની જાણ પોલીસ ને થઈ તો તેઓ તરત જ ઘટના સ્થળે પહોચી ગ્યાં હતા અને આ દરમિયાન પોલીસ ની આંખો સામે જે નજારો હતો તે બહુ જ હેરાન કરનારો હતો. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોચી તો ત્યારે તેનો હતીયારો દીકરો ઘરમાં બેઠો જોવા મળ્યો.

આ ઘટના ઝાંસી ના નવાબાદ થાણા વિસ્તાર ની છે. આ મર્ડર કેસ નો ખુલાસો એ સમયે થયો કે જ્યારે દૂધ આપવા વાળો વ્યક્તિ આરોપી ના ઘરે પહોચ્યો હતો. જ્યારે દૂધવાળાએ ઘરમાં જોયું તો તેની મગજ ચકરાઈ ગયું કેમકે ઘરના માલિક અને તેમની પત્ની ખૂનથી લથપથ જમીન પર પડેલા જોવા મળ્યા હતા. આના પછી પોલીસ ઘટના સ્થળે પહોચી, મીડિયા રિપોર્ટ્સ ની માનવમાં આવે તો દીકરાએ હત્યાની વાત કબુલ કરી લીધી છે. ત્યાં જ પોલીસ એ બંને ની લાશ ને લઈને પોસ્ટમોટમ માટે રવાના કરી છે.

આ મૃતકો ની ઓળખ લક્ષ્મી પ્રસાદ જે એક સરકારી શિક્ષક હતા અને તેમની પત્ની વિમલા ના નામે થઈ છે. આરોપી દીકરાનું નામ અંકિત છે જે જેની ઉમર 28 વર્ષ જણાવામાં આવી છે. ખબરોની માનવામાં આવે તો જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોચી તો લક્ષમી પ્રસાદ અને વિમલા બંને ખરાબ રીતે ઘાયલ  હતા પરંતુ હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ લક્ષ્મી પ્રસાદ એ દમ તોડી દીધો હતો અને સારવાર દરમિયાન વિમલા નું પણ અવસાન થયું હતું. પોલીસ એ આરોપી અંકિત ને હીરાસતમાં લઈને પૂછતાછ શરૂ કરી દીધી છે. યુપી પોલીસ એ પોતાની શરૂઆત ની તપાસ કરતાં જાણવા મળ્યું કે અંકિત ને ગેમ ની લત છે. આના કારણે તે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો છે અને આગળ જઈને આ હાલત વધારે ખરાબ થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *