લૂંટારુઓ થયા સક્રિય ! ATM માં રૂપિયા જમા કરવા આવનાર યુવાનને ત્રણ અજાણ્યા શખ્સો લૂંટી ને ફરાર થઇ ગયા. જુઓ લૂંટ નો વિડીયો.
આજ ના સમય માં મોંઘવારી દિનપ્રતિદિન ખુબ જ વધતી જાય છે. લોકો ને માટે ખાવા ના પણ પૈસા હોતા નથી. અને એવા કેટલાક લોકો શોર્ટ કર્ટ થી રૂપિયા કમાવવા માંગતા હોય છે. આવા આવારા તત્વો ચોરી લૂંટફાટ કરીને ફટાફટ પૈસાદાર થવા માંગતા હોય છે. અને જે લોકો ઈમાનદારી થી પૈસા ભેગા કરતા હોય છે. તેવા સારા માણસો ને લૂંટી ને કે ચોરી કરીને તેવા લોકો ની મહેનત ની કમાઈ છીનવી લેતા હોય છે. એવી જ એક ઘટના સુરત ની સામે આવી છે.
સુરત ના જી.આય.ડી.સી વિસ્તાર માં એક બેન્ક ના ATM માં રૂપિયા લઇ ને આવેલા યુવાન ને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ એ ATM માં આવી ને લૂંટી લીધો હતો. આ બનાવ ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, સચિન જી.આય.ડી.સી વિસ્તાર માં રાત્રે 9 વાગ્યા બાદ ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ વરાછા કો-ઓપરેટીવ બેન્ક ના ATM માં રૂપિયા ભરેલી બેગ લઇ ને ગયો હતો.
આ યુવક જયારે ATM માં પ્રવેશ્યો ત્યારબાદ અચાનક જ તેની પાછળ પાછળ ત્રણ અજણયા યુવકો ATM માં પ્રવેશ્યા. ત્રણેય યુવાનો ના મોઢા ઢાંકેલા હતા. અને ધીરે ધીરે તે યુવાનો એ પેલા યુવાન ને ઘરે લીધો. યુવાન ને કઈ ખબર પડે કે તરત જ ત્રણ માંથી એક યુવાને તીક્ષણ હથિયાર કાઢિ અને પેલા યુવાન ને પૈસા આપવા ધમકાવાવ લાગ્યા. પેલા યુવાને ડરી ને બધા રૂપિયા આપી દીધા. અને ત્રણેય રૂપિયા લઇ ને ફરાર થઇ ગયા. જુઓ વિડીયો.
સુરતમાં લૂંટની ઘટના CCTVમાં કેદ
ATMમાં રૂપિયા જમા કરતો એક વ્યક્તિ લૂંટાયો#Surat pic.twitter.com/FLsarRvYFu
— News18Gujarati (@News18Guj) June 9, 2022
આ બાબત ની જાણ સચિન જી.આય.ડી.સી ના પોલીસ વિસ્તાર ને થતા પોલીસે આ બાબતે તરત જ તપાસ શરુ કરી. અને લૂંટારાઓ ને પકડવા ચક્રો ગતીમાંન કર્યા હતા. પોલીસ ના પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે, આ કોઈ જાણભેદુ હોઈ શકે. કારણ કે, લૂંટારુઓ ને ખ્યાલ હોય કે પેલા ના બેગ માં એટલા બધા રૂપિયા છે એટલે તેનો પીછો કરી ને છેક ATM સુધી પહોંચી ને લૂંટ ચલાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!