કુદરત ના ખોળે, પહાડો ની વચ્ચે મનાલી માં અભિનેત્રી ‘કંગના રનૌતે’ સુંદર કલાત્મક શૈલી માં ઘર બનાવ્યું, જુઓ આલીશાન ઘર.
બૉલીવુડ ની સુંદર અભિનેત્રી કંગના રનૌત સમાચારો ને હેડલાઈન માં અને ઘણી વાર સોશિયલ મીડિયા પર ખાંસી એકી ચર્ચા માં જોવા મળતી હોય છે. કંગના રનૌત એ મનાલી ના પહાડો ની વચ્ચે એક બીજું ઘર બનાવ્યું છે. જેના ફોટા તેણે સોશિયલ મીડિયા માં શેર કર્યા છે. કંગના રનૌત નું આ ઘર તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યું છે. કંગના રનૌત નું આ મનાલી માં બીજું ઘર છે. આ સિવાય તેનું એક ઘર પણ મનાલી માં જ છે. જેના ફોટા પણ તે વારંવાર મુકતી હોય છે.
કંગના રનૌતે આ ઘર ખુબ જ સુંદર રીતે તૈયાર કર્યું છે. તેને આ ઘર ને પહાડી શૈલી માં તૈયાર કર્યું છે. તેણે ફોટા મુકતા લખ્યું છે કે, ” અહીં તે લોકો માટે ખાસ છે જેમને ડીઝાયન નો ખુબ શોખ છે” એટલે કે એક સુંદર કલાત્મક રીતે આ ઘર તૈયાર કર્યું છે. આ ઘર પ્રાચીન પરંપરાગત રીતે તૈયાર કરેલું જોવા મળે છે. કંગના રનૌત એ ઘર વિષે જણાવ્યું કે, આ ઘર પર્વત ની શૈલી માં છે. તે નદીના પથ્થર, સ્લેટ અને લાકડાનું બનેલું છે.
તે ઘર વિષે જણાવે છે કે, આ ઘર માં હિમાચલ ની પેઇન્ટિંગ, વણાટ,કાર્પેટ, ભરતકામ અને લાકડા ની હસ્તકલા નો સમાવેશ થાય છે. તેનું ઘર પહાડો ની વચ્ચે કુદરત ના ખોળા માં ખુબ જ સુંદર લાગી રહ્યું છે. કંગના રનૌતે આ ઘર માં એક દીવાલ બનાવી છે. આ દીવાલ પર તેણે કેટલીક તસ્વીર લટકાવેલી છે. આ તસ્વીરો માં તેણે હિમાચલ ની ખાસિયતો દર્શાવી છે.
કંગના રનૌત નું આ ઘર લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યું છે. લોકો કોમેન્ટો માં ખુબ જ ઘર ના વખાણ કરી રહ્યા છે. હાલમાં જ કંગના રનૌત ની મુવી ધાકડ રિલીઝ થઇ હતી. પરંતુ તે ફ્લોપ રહી હતી. અને હાલ માં કંગના રનૌત આગામી ફિલ્મો ના કામ માં બીઝિ થઇ ચુકી છે. કંગના રનૌત ઘર ની સાથે તેની પણ ઘણી બધી તસવીરો શેર કરેલ છે. જે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં જોઈ શકાય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.