બનાસકાંઠા માં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઓટો રીક્ષા માં બેસેલા એક નું કમકમાટી ભર્યું થયું મોત, ભયંકર અકસ્માત ના જુઓ ફોટા.
ગુજરાત માં દિનપ્રતિદિન અકસ્માત થવાના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. અને લોકો મોત ને ભેટતા જાય છે. ફરી એક વાર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માંથી એક ભયંકર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. જેને જોઈ ને લોકો માં ભારે ચકચાર થવા પામી છે. એક ઓટો રીક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત થતા રીક્ષા માં બેઠેલા એક નિર્દોષ મુસાફર નું મોત થઇ ચૂક્યું છે.
ઘટના કંઈક એવી બની કે, બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકા ના કુચાવાડા નજીક એક રીક્ષા અને એક કાર બન્ને સામ સામે ભયંકર રીતે અથડાયા હતા. રિક્ષામાં બેસેલા એક પેસેન્જર નું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થઇ ગયું હતું. આ અકસ્માત ના બનાવ ની જાણ પોલીસ ને થતા પોલીસ ટિમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને લાશ ને તાત્કાલિક પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
આ ઘટના સર્જાયા બાદ ભારે ભીડ જામી હતી. લોકો માં બસ કુતુહલ અને ડર નો માહોલ જ જોવા મળતો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, રીક્ષા નો તો આગળ ના ભાગ નો કુરચો બોલી ગયો હતો અને કાર પણ દૂર જય ને ફંગોળાય ગઈ હતી. મૃતદેહ ને ડીસા ની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે બની હતી. બનાસકાંઠા માં આવી ઘટના વારંવાર બનતી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!