સાસરિયે પોતાની પત્ની ને મળવા જતા રસ્તા માં એસ.ટી બસે ટક્કર મારતા યુવકે જીવ ગુમાવ્યો, હજુ 6-મહિના પહેલા…
ગુજરાત માં અવારનવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ માં વડોદરા શહેર માંથી એક અકસ્માત નો કિસ્સો સામે આવ્યો. જેમાં બે મિત્ર બાઈક પર જતા હતા. તે દરમિયાન એસ.ટી બસે તેને ટક્કર મારતા એક યુવક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને તેના મિત્ર ને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માત ને લઇ ને ત્યાં અરેરાટી ફેલાવા પામી હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, વાઘોડિયા ના જરોદ ગામ નજીક ગાંગાડીયા ગામે રહેતા જીતુભાઇ ચંદુભાઈ ઓડ ( 22-વર્ષ) જે પોતાના મિત્ર સાથે વડોદરા માં પોતાના સાસરે પોતાની પત્ની ને મળવા જય રહ્યા હતા. જાણવા મળ્યું કે, જીતુભાઇ ના લગ્ન હજુ 6 મહિના પહેલા જ થયા હતા. તે તેની પત્ની ને મળવા જતા હતા તે સમયે અમદાવાદ થી ઉકાઈ જતી એસ.ટી બસે બાઈક ને ટક્કર મારી.
એસ.ટી બસ ની ભયંકર ટક્કરે જીતુભાઇ નું ઘટના સ્થળ પર જ મોત થયું. જયારે તેના મિત્ર ને ગંભીર હાલત માં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. એસ.ટી. બસ ના ડ્રાયવર અને કંડક્ટર બસ મૂકી ને ભાગી ગયા હતા. સ્થાનિકો તરફ થી જાણવા મળ્યું કે, જે જગ્યા એ અકસ્માત સર્જાયો ત્યાં વારંવાર અકસ્માત સર્જાય છે. તંત્ર ને અહીં સ્પીડ બ્રેકર મુકવા ની રજુઆત વારંવાર કરી છે. છતાં કઈ ધ્યાને લેતા નથી. તેમ ફરિયાદ મળી હતી.
આ બાબતે પોલીસે આવી આગળ ની કાર્યવાહીઓ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!